________________
૨૪૪ : સ્વાધ્યાય સંચય
વીત્યો. કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ, તેહ શુભાશુભ છેદતા ઊપજે મોક્ષ સ્વભાવ,
•*
–શ્રીમદ્ રાજચંદ્ર
શું શરણ અજ્ઞાની જનોનું કે કુદેવ ધનાદિનું? દુ:ખદાયી આખર નીવડે, તે મૂળ છે મોહાદિનું, નિર્મોહી નરને આશ્રયે સ્વ-સ્વરૂપ સ્થિતિ સંભવે, તેથી બુદ્ધિમાન એવું શરણ લે જે ભૂલવે. વૈરાગ્યભાવે ભાવના, ભાવો વિવિધ વિચારથી, મૃત્યુ ફરે માથાપરે, યૌવન જરા-રથ-સારથિ. સામ્રાજ્ય લક્ષ્મી ભોગ સૌ વિનાશી વાદળસમ અહા?
ક્ષણમાં જતો લૂંટાઈ નર-ભવ દેવને દુર્લભ મહા. માતાપિતા પરિજન જુદા, નથી કોઈ જગમાં જીવનું,
સાથે રહે આ શરીર નિત્યે, તોય તત્ત્વ અજીવનું; મન, વચન, કાયા, સર્વ જુદાં કર્મ કૃત સૌ અન્ય છે, માટે ગ્રહો રે! રત્નત્રયમય, શુદ્ધ રૂપ અનન્ય જે.
-*
રે મૂર્ખ કોઈ લાગતામાં તેલ રેડી ઓળાવે તેવું કર્યું મેં શાંતિ સારું વિષયભોગો ભોગવ્યે જે શરીર ભોગો મળે તે મૂત્ર મળની ખાણ છે છે પાપ કારણ દેહને ધિક્કાર? ધૂળ સમાન એ કાયાની વિસારી માયા સ્વરૂપે શમાયા એવા નિગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે.
•*