________________
સ્વાધ્યાય સંચય : ૨૩૫
સ્વજન ધન તન બધાં પર એ, નથી નિશે કશું સારું છતાં હું મારું એ સૌમાં, મહા અજ્ઞાન અંધારું. ૧૦ ઝલકતી જ્ઞાનની જ્યોતિ, કૃપાળુ જ્ઞાનીની ભાળો;
યમાં તેહ પ્રગટાવી, તિમિર ટાળો, તિમિર ટાળો. ૧૧ ગુરુગમ જ્ઞાનીનું અંજન, કૃપાળુ જ્ઞાનીથી પામી; નયન નિજ દિવ્ય ઘો ખોલી, નિહાળો આપ સુખધામી. ૧૨ સુદર્શનચક્ર જ્ઞાનીનું, હવે ઝટ તેહને ધારો; વિભાવો શત્રુસેનાને, હઠાવો, સર્વ સંહારો. ૧૩ સકલ સંસારદુ:ખોનું, ખરેખર મૂળ કારણ જે; તજો દેહાત્મબુદ્ધિ એ, નિજાત્મિક સૌખ્ય વારણ એ. ૧૪ શરીર ના હું, ન એ મારું, હવે એ નિશ્ચયે ધારો; વ્યથા ચિન્તા ફિકર સર્વે, વૃથા એ અન્યની વારો. ૧૫ શરીરમાં રોગ, દુ:ખ, પીડા, શરીરનાં, તે નહિ તારાં; મરણ પણ થાય જો તનનું, બધાં તુજ સ્વરૂપથી ન્યારા. ૧૬ અહો! મરણાંત ઉપસર્ગે, ડગ્યા ના પૂર્વ મહાપુરુષો! સ્વરૂપે અચળ વૃત્તિથી, વર્યા નિજ સિદ્ધિ પુરુષો. ૧૭ સ્મરી પુરુષાર્થ સંતોનો, સહનશીલના ઉરે ધારો; ક્ષમા, સમતા, ધૃતિ, શાંતિ, ધરી વિભાવ સૌ વારો. ૧૮ તજો કાયાણી માયા, તજો સૌ મોહ ને મમતા; શરીર દુ:ખ વ્યાધિ આદિનાં, રહો જ્ઞાતા ધરી સમતા. ૧૯ રહો પરદ્રવ્ય પરભાવો તણા, સાક્ષી જ જોનારા; રમો આત્મિક ભાવોમાં, વિભાવોથી રહો ન્યારા. ૨૦ અશુભ કર્મો કર્યા પૂર્વે, ઉદય આવી ખરી જાતાં; નથી કાંઈ હાનિ, ત્યાં ભય શો? ખપાવો માત્ર રહી જ્ઞાતા. ૨૧