________________
૨૩૬ : સ્વાધ્યાય સંચય
મહા મંગલમયી મંત્ર, સ્મરો સહજાત્મપદ નિત્ય; શમાવી સૌ વિકલ્પોને, પ્રશમરસમાં ધરો ચિત્ત. ૨૨ અશાતા વેદની સાથે, લડો શૂરવીર થઈ ખંતે; સકલ શત્રુ હઠાવીને, વિજયમાળા વરો અંતે. ૨૩ નથી આત્મા કદી મરતો, અમર સહજાત્મને સ્મરતો; પ્રભુપદ અચલ આશ્રયથી, અમરપદમાં ગતિ કરતો. ૨૪ નથી દુ:ખદાયી યમ અંતે, દુ:ખદ તો સંગ સૌ જાણી; તજી સૌ સંગ બાહ્યાંતર, અસંગી ભાવ ઉર આણો. ૨૫
અકિંચન હું છું અભ્યાસો, થશો ત્રૈલોક્યપતિ સૌમ્ય; કહ્યું પરમાત્મપ્રાપ્તિનું રહસ્ય યોગિગણ ગમ્ય. ૨૬ સદા વિજ્ઞાનઘન શાશ્વત, તમે ચિપ શુદ્ધાત્મા; અસંગી છો, અનંગી છો, નિરંજન સિદ્ધ સહજાત્મા. ૨૭ વર્યા જે પૂર્વમાં સિદ્ધિ, વર્યા તે ભેદવિજ્ઞાને. ચહો સિદ્ધિ કરો સાચું, પરાક્રમ ભેદવિજ્ઞાને. ૨૮ પ્રતીતિ પ્રીતિ સ્વાત્મામાં, રમણતા રુચિ પ્રગટાવો; લગાવો લગન આત્માની, તૃહિ તૃહિ એક એ ભાવો. ૨૯ લહ્યો ચિતામણિ કરતાં, અધિક આ યોગ ભવ તરવા; સ્વરૂપે મગ્નતા સાધો, અનુપમ સિદ્ધિસુખ વરવા. ૩૦ અનંતાનંદ જ્ઞાનાદિ સહજ સ્વાત્મિક ગુણમાળા; સ્મરો, બાવો, કરો ત્યાં તો, સમાધિ સિદ્ધિ વરમાળા. ૩૧
લઘુરાજ પ્રભુ મહારાજ વિના સુન મેરી, ભવદુઃખ ભંજન ભગવાન શરન મેં તેરી.