________________
સ્વાધ્યાય સંચય : ૨૨૫
રત્નતુલ્ય ગુરુદેવનો રે, વિરહ સહ્યો નવ જાય; પણ બાંધી પૂરવ ભવે રે, ઉદય થઈ અંતરાય રે. સદ્ગુરુ - ૧૧
અમને અંત સમય ઉપકારી વ્હેલા આવજો રે– શ્રીમદ્ સદ્ગુરુ નામ તમારું, પ્રાણ જતાં પણ ન કરું ન્યારું,
મનહર મંગળ મૂર્તિ મને બતાવજો રે–અમને વિકટ સમય સાચવજો વ્હાલા, કહું કોટિ કરી કાલાવાલા;
આવી દીનદયાળ દયા દરસાવજો રે–અમને ૦ વસમી અંત સમયની વેળા, વહારે ધાજો વ્હાલા વ્હેલા;
પ્રણતપાળનું પહેલાં પણ પરખાવજો રે–અમને ૦ મરકટ જેવું મન અમારું, તત્ત્વત: તોડે તાન તમારું,
અંતરનું અંધારું સઘ સમાવજો રે–અમને ૦ દેજો દર્શન જનમનહારી, પરમ કૃપાળુ બિરુદ વિચારી;
રત્નત્રય બલિહારી બાપ બચાવજો રે–અમને ૦
વીતરાગી! તારી માયા લાગી રે, તારી માયા લાગી. કોણ તમે છો? ક્યાંથી આવ્યા? જાગો! આતમ ઉદાસી, નથી તમારો આ દેશ, તમે છો અલખલોકનાં વાસી; સુષુપ્ત ચેતનને જાગૃત કરતી તારી બંસરી વાગી રે.
તારી માયા લાગી રે. વીતરાગી - ૧ આતમ ભાવના ભાવતા જીવ લહે કેવળજ્ઞાન રે, સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ એનું ધરું એક ધ્યાન રે; મંત્રનું અમૃત પીતાં પીતાં, મનની ભ્રાન્તિ ભાંગી રે.
તારી માયા લાગી રે. વીતરાગી - ૨