________________
૨૨૬ : સ્વાધ્યાય સંચય
હૈયું મારું તેં હરી લીધું, સાચી પ્રીત બતાવી, જીવન વિરહાશ્રુથી ભરી દે, સ્વામી! કરુણા લાવી; દર્શન જ્યોતિ જલાવે એવી, ભક્તિની ઝંખના જાગી રે.
તારી માયા લાગી રે. વીતરાગી. ૩ ધન્ય ભાગ્ય જેના પ્રાણમાં, તારા વિરહની જવાળા જાગે, નિર્મોહી તારી પ્રીતમાં ઝૂરતાં, સહજ સમાધિ લાગે; સાંપડયું તત્ત્વનું તત્ત્વ જેને, તુજ શું તાળી લાગી રે.
તારી માયા લાગી રે. વીતરાગી ૪ દૃષ્ટિ કરે જ્યાં ત્યાં તને નિરખું, લયલીન થાઉં તુજમાં, બાહ્ય સૃષ્ટિને વીસરી જાઉં, સહેજે સમાઉં તુજમાં; રાજેશ્વર તારા ચરણકમળની ઉમદા બની અનુરાગી રે.
- તારી માયા લાગી રે. વીતરાગી ૫
– – મંદિરે પધારો સ્વામી સલુણા! તમારા વિના નાથ ક્યાંયે ગમે ના. મંદિરે.. અંતરની વાતો આંસુ કહે છે, કૃપાળુ! હવે ઝાઝું તલસાવશો મા. મંદિરે... ૧ સ્મરણ જન્મ જૂનાં સ્મૃતિમાંહિ આવે, નયન શોધતાં તમને પ્રભુ આર્તભાવે; કે મુખ પરથી દષ્ટિ હઠાવી હઠે ના. મંદિરે...૨ હરખાતી પળ પળ પ્રભુ તમને જોઈ, હવે દિન વિરહમાં વીતે રોઈ રોઈ; વિજોગનું દુઃખ આવું કોઈને હશો ના. મંદિરે...૩ તમે જઈ વસ્યા સ્વામી સ્વરૂપમહેલમાં, રઝળતી હું રહી આ સંસાર રણમાં; હવે નાથ અંતરથી અળગા થશો માં. મંદિરે...૪