________________
૨૨૪ : સ્વાધ્યાય સંચય
સદ્ગુરુ સાંભળો રે શ્રી સહજાત્મ સ્વરૂપજી રે, શ્રી શુદ્ધ ચૈતન્ય જ્યોતિ; જોગ બળે કરી જગતમાં રે, કરતા ધર્મ ઉદ્યોત રેસદ્ગુરુ સાંભળો રે, સેવકની અરદાસ રે, દરશ દેખાડિયે, જિમ મન લહે વિશ્વાસ રે. સદ્ગુરુ - ૧ આર્યદેશ કુળ ઊપના રે, જીવ જે ભવ્ય સ્વભાવ; સુલભબોધિ કર દિયા રે, ધન્ય તુમ વચન પ્રભાવ રે. સદ્ગુરુ - ૨ પરદેશોથી આવતા રે, પ્રશ્ન અનેક પ્રકાર ઉત્તર દેતા ઉલ્લસી રે, સ્વાનુભવ આધાર રે. સદ્ગુરુ - ૩ વાણી સુધા વરસાવતા રે, હેતુ અનેક સમાય; તે વચનોના સાંબળાજી, સબમ મુમુક્ષુસમુદાય રે. સદ્ગ - ૪ સૂરત તો દીસે નહીં રે, પલ પલ આવે યાદ; પરિચયી ને અપરિચયી રે, અધિક કરે વિખવાદ રે. સદ્ગુરુ - ૫ ભરતક્ષેત્રમાંહી પડ્યો રે, વીર પ્રભુનો વિયોગ; તેમ જ આ કળિકાળમાં રે, બનિયો સહી સંયોગ રે. સદ્ગુરુ ૬ સબસમુદાયને આપનો રે, મોટો થયો આધાર; ગમ્ય ક્ષેત્રમાં કોયે નહીં રે, તુમ સમ જ્ઞાનદાતાર રે. સદ્ગુરુ - ૭ સૂત્ર-રહસ્ય તુમ સારખી રે, કોઈ ન ખોલનહાર, વાદીકે સારે નહીં રે, પૂછે સોહી તૈયાર રે. સદ્ગુરુ - ૮ મનના સંશય પૂછવા રે, આવતા સંત અનેક; રાજી થઈ બતલાવતા રે, વારુ અધિક વિવેક રે. સદ્ગુરુ - ૯ વાતો તો પુરુષની રે, લખી હૈયાની માંય, યાદ ઘણાને આવશે રે, ભૂલી તે નવ જાય. સદ્ગુરુ - ૧૦ ૧. ઉમેદવારી.