________________
સ્વાધ્યાય સંચય : ૨૧૯
નાથ હું જેવો તેવો પણ તારો, મને રંકને પાર ઉતારો;
નાથ હું જેવો તેવો પણ તારો. જોગ ધ્યાન ને જપ તપ તીરથ, નાથ નથી રે નીપજતાં; મનડું પાપી મારે કૂદકા, ભગવત તુજને ભજતાં. નાથ ૦ મધ્ય દરિયે જીવ મચ્છ મૂંઝાણો તૃષ્ણાને નથી જતો; સામે ભાળે કાળ ખડો પણ, નફટ કાંઈ નથી સજતો. નાથ અંતરની દુગ્ધાને વારે, તન મન વ્યાધિ ટાળે; દેવ દયાનિધિ, નવીન પાપીને, આપ વિના કોણ તારે?
" નાથ હું જેવો તેવો પણ તારો.
જન્મમરણનાં દુઃખ તણો, કદી ન આવ્યો પાર; આ ભવ મુજ સાર્થક થયો, સદ્ગુરુ તારણહાર.
સદગુરુ તારણહાર. જે મૃત્યુથી જગ ડરે, તે મુજ મહોત્સવ થાય; આત્મજ્ઞાની ગુરુ ઉર ધર્યા, સત્ સમાધિ સુખદાય;
સદ્ગુરુ તારણહાર. કાયા હું મારી ગણી, ભવ ભવ ભમ્યો અપાર; શુદ્ધ બુદ્ધ ચૈતન્ય હું, એ ભાળે ભવપાર.
સદગુરુ તારણહાર. ત્રણ જગમાં સર્વોપરી, સાર રૂપ મુજ એક; નિજ સહજાત્મ સ્વરૂપ એ, ધ્યાવું ધરી વિવેક.
સદ્ગુરુ તારણહાર. ધ્યાવું ભાવું અનુભવું, નિજપદ કરું વિરામ; સદ્ગુરુ રાજ કૃપા થકી, વરું સિદ્ધિ અભિરામ.
સદ્ગુરુ તારણહાર.