________________
૨૨૦ : સ્વાધ્યાય સંચય
ગુરુરાજને ભૂલશો નહીં ભૂલો ભલે બીજું બધું, ગુરુરાજને ભૂલશો નહીં, અનંતા છે ઉપકાર એના, એ કદી ભૂલશો નહીં. ભટક્યા અનંતા ભવ મહીં, ત્યારે મળ્યું માનવપણું; એ ગુરુદેવના ઉપકારને, માનવ બની ભૂલશો નહીં. ઉપદેશ મુખથી અપિયા, માનવ બની ઉરે લહ્યા; અમૃતવાણીના દેનાર સામે, ઝેર ઠાલવશો નહીં. જ્ઞાનદાન અર્પીને, સમજ કરાવી સ્વધર્મ તણી; જ્ઞાનદાનના દેનારની, આજ્ઞા કદી ઉલંઘશો નહીં, ધન કમાતા હો ભલે, સ્વામિપણું ધરશો નહીં; ધન, વૈભવ, લક્ષ્મીમાં, મમપણું કરશો નહીં. સેતાન મટી માનવ બનો, અધમ કૃત્યો કરશો નહીં, જે કરે તે ભોગવે એ વાત વીસરશો નહીં. લાખો ખરચતાં મળશે બધું, પણ સત્સંગીઓ મળશે નહીં; ‘સોહમ્” સત્સંગીઓનો, સમાગમ કરવો ભૂલશો નહીં.
કહો કૃપાળુ રે, કરશો કૃપા કયારે?
કરશો કૃપા ક્યારે? પિયુ પિયુ પ્રાણ પુકારે, વાટડી જોઉં સાંજસવારે,
જીવન વીત્યું જાય; કોઈ કહો મ્હારા રાજેશ્વરને,
દરશન દઈ જાય ...કહો કૃપાળુ ૦