________________
સ્વાધ્યાય સંચય : ૨૧૭
૦
છ
જ
૨
સુગુરુ નિત્ય સાંભરે, વ્હાલા શ્રી સહજાત્મ સ્વરૂપ; અનામ અરૂપ રત્નત્રયભૂપ, સુગુરુ નિત્ય સાંભરે. સુ પંચમ આરે અવતર્યા રે, સદ્ગુરુ સત્ અવતાર; મૂળ મારગ પ્રગટ કર્યો, સ્વામી ખોલ્યાં છે મોક્ષનાં દ્વારા સુ - ૧ શ્રી ગુરુ રાજચંદ્ર સારિખા રે, વાણી અમૃતધાર; મૃતથી સંજીવન કર્યા, સ્વામી આત્મરતનદાતાર. સુ ૦ ૨ સદ્ગુરુ સવિતા સારિખા રે, કથની કિરણ વિચાર; આ જડ જગની ભૂમિથી, સ્વામી ખેંચી લીધો નિજ સાર. સુ આ ભવ અટવીને વિષે રે, સદ્ગુરુ સાર્થવાહ, નિર્ભય નિજપુર દેશમાં, સ્વામી પહોંચાડે ગ્રહી બાંહ્ય. સુ છે દુ:ખદરિયો ઓળંગવા રે, સદ્ગુરુ ઝાઝ સમાન; બેસી જાઓ શિવદ્વીપમાં, ભવ્ય બાલક વૃદ્ધ યુવાન. સુ - ૫ કર ગ્રહીને સંબોધીઓ રે, શ્રી શુદ્ધ ચૈતન્ય સ્વામી;
સ્વરૂપાચરણ સમજાવીને, સ્વામી મેટી છે સઘળી ખામી. સુ - ૬ નિષ્કારણ કરુણાધણી રે, કર્યો અનંત ઉપકાર; તાર્યા બહુ ભવ્ય જીવને, સ્વામી અંતર વ્રત ધરનાર. સુ ૦ ૭ દરશે અંતર્દશને રે, શ્રી સદ્ગુરુપદમૂળ; દરશે બાહિર્દર્શીને રે, સત્પરુષનું ઉદયિક સ્થળ. સુ ૦ ૮ ભાળ્યા વગરનું ભાવ તે રે, સાધારણ કહેવાય; પણ સાક્ષાત્ પ્રત્યક્ષથી રે, પરોક્ષ તે પ્રત્યક્ષ થાય. સુ - ૯ સાક્ષાત્ પ્રત્યક્ષ સદ્ગુરુ રે, શ્રી ગુરુદેવ સહાય; ઓળખિયા ગુરુરાયને, મારી ટળી છે અલાય બલાય. સુ . ૧૦ મહિમા સરુપદતણી રે, વચને કેમ કહેવાય; રત્નરાજ ગુરુ દેવતા, રહ્યા ચરણ શરણમાં સમાય. સુ - ૧૧
૦