________________
૨૧૬ : સ્વાધ્યાય સંચય
પુનિત પણ થઈ ઊતર્યા અમ આંગણે,
અલ્પ સમય કીધો મનુકુળમાં વાસ જો; ગુપ્ત ઝરણ દૈવી રસનાં વહેતાં કરી,
ત્વરિત વળ્યા કરી પૂરણ આપ પ્રવાસ જો. સાધુ - શુષ્ક જીવન અમ રસનિર્ભર સ્નેહે કરી,
હેજે શિખવ્યો આત્મજીવનનો યોગ જો; જે સુખનાં સ્વપ્નાં સાથે સરખાવતાં,
અલ્પ વસે ઉર ભુવનત્રયના ભોગ જો. સાધુ મેઘ રૂડા આપ્યા અમ ઉર મરુક્ષેત્રમાં, | ટહુકી સ્વર્ગીય મધુરા રાગ મલ્હાર જો; નવપલ્લવતા અર્પીલી જીવનબાગમાં,
કીધાં અમને ઉન્નત અધિક ઉદાર જો. સાધુ - ખ્યાલ કરું છું અદ્ભુત જીવનપ્રકાશનો,
પ્રતિક્ષણ જેમાં વૃદ્ધિ અનંત સુહાય જો; . જ્ઞાનીના હારદને સમજે જ્ઞાનીઓ,
અનુભવ્યું મુજ પામરથી ક્યાં જાય જો. સાધુ આ આંખે રસભીના તમને ભાળીઆ,
અનુભવ નંદનવનના વિરલ વિહારી જો; બાકી દયવિહીન જ્યાં ત્યાં નજરે ચઢે,
શુષ્ક જીવન સરિતાપુરમાં સંસારી જો. સાધુ ૦ કહ્યું ન જાયે યદ્યપિ અહીંનશ આપનું,
વિલસે અંતર ચાહ ચિત્ર વિચિત્ર જો; શેષ જીવન સંભારી સુખમાં ગાળશું,
સમીપ સમયના અનુભવ પરમ પવિત્ર જો, સાધુચરિત ગુરુ સ્મરણ તમારાં શાં કરું?