________________
૨૧૨ : સ્વાધ્યાય સંચય
તુજ વચન સુધારસ જ્ઞાનપિપાસુ જનને, પરિતૃપ્ત કરી દે અજરામર શિવપદને; તુજ ‘આત્મસિદ્ધિ શી અભુત જ્ઞાનત્રિપથગા! ઉદ્ધરવા અવની ઊતરી સ્વર્ગથી ગંગા. ૪ પોતે છે “આત્મા’ શાશ્વત નિત્યસ્વભાવે, ‘કર્તા” “ભોક્તા” ભવભ્રમણ અનાદિ વિભાવે; જો છૂટે દેહાધ્યાસ સ્વરૂપ નિજ ભાળે, હરી કર્તા-ભોક્તાપણું ભ્રમણ ભવ ટાળે. ૫ તો શુદ્ધ સ્વભાવ દશારૂપ “મોક્ષ પમાયે, નિજ દર્શન જ્ઞાન સમાધિ સુધર્મ ઉપાય'; એ ગહન મોક્ષસિદ્ધાંત સુગમ કરી રાખ્યો, કરી કૃપા મુક્તિપથે સાવ સ્પષ્ટ દર્શાવ્યો. ૬ નિશદિન અશરીરી ભાવે સ્વરૂપવિહારી, શી દેહ છતાંય વિદેહી દશા મનોહારી! પ્રત્યેક વચન પરમાર્થ સુધારસ ધારા, દઈ શાંતિ અનુપમ, ઠારે ભવ અંગાર. ૭ એ જ્ઞાન દિવાકર ઊગી અસ્ત ઝટ પામો, કરી કાર્ય સિદ્ધ અતિ અલ્પ વયે જ વિરામ્યો; નિજ પર શ્રેયાર્થે વાણીયોગ પ્રકાશ્યો, મોક્ષાર્થી તે અવલંબી સિદ્ધિ ઉપાસો. ૮ શ્રી લઘુરાજ, સુભાગ્ય, જૂઠાભાઈ આદિ, એ દિવ્ય પ્રકાશથી પામ્યા તત્ત્વસમાધિ; રાજેશ વચન જીવનમુક્તિપ્રદ જાણી, ઉલ્લાસિત ભવ્યો ભણે ગણે મુદ આણી. ૯