SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યાય સંચય : ૨૧૧ ઝેર સંસાર પર, સૂરણા સત્યની, જોગ સદ્ગુરુનો જો મળે તો, દીપ સન્મુખ દિવેટ આવી અડે, દીપરૂપે થઈને ભળે જો; સદ્ગુરુ રાજ સાચા કિળિકાળમાં, સત્યનો માર્ગ સીધો બતાવે, દોષ નિજ દૂર કરી, પ્રેમથી ગુરુ વરી, એજ માર્ગે જતાં મોક્ષ આવે. ૩ -* રાજ હૃદયમાં રમજો નિરંતર રાજ હૃદયમાં રમજો પરમકૃપાળુ તુમે, પરમેશ્વર, અવિનય મુજ દૂર કરજો રે. ગુરુ-રાજ૰ આ દિલ દાસ તણું દીન જાણી, પદપંકજ ત્યાં ધરજો રે. ગુરુ-રાજ૰ આપ અમાપ અહો, કરુણાકર, મુજ મનને વશ કરજો રે. ગુરુ-રાજ૰ શરણાગત બાળકને તારી, સમતા પદમાં ધરજો રે. કાળ અનાદિથી કાંઈ કર્યું નથી, પામરતા મુજ હરજો રે. સંતકૃપાથી સન્મુખ આવી વાત નિરંતર કરજો રે. ગુરુ-રાજ ગુરુ-રાજ૰ ગુરુ-રાજ૦ શ્રી રાજચંદ્ર શી ઝળહળ જ્યોતિ ઝળકી! અધ્યાત્મગગનમાં પ્રભા અલૌકિક પ્રગટી! નિજ સહજ સ્વરૂપ અનુપ રમા શી ચમકી! ચૈતન્ય સ્વભાવે રમતી પરિણતિ ઝબકી! ૧ એ જ્ઞાનગગનમાં દિવ્ય તારલો ઊગ્યો, અજ્ઞાન તિમિરદળ ટાળી અમર પદ પૂગ્યો; બહુ પૂર્વભવોમાં યોગસાધના સાધી, નિષ્પન્ન યોગિવર વર્યા સ્વરૂપ સમાધિ. ૨ શી અજબ સમાધિ ! શાંતિ! દશા ભવહારી! અમને ઉપકારી શરણ, ત્રાણ, શિવકારી; કળિકાળ ઝાળથી બળતા કોઈ સુભાગી, અવલંબી પામે શાંત દશા, ઉર જાગી. ૩
SR No.007122
Book TitleSwadhyay Sanchay
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Swadhyay Mandir
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year1987
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy