________________
૨૦૮ : સ્વાધ્યાય સંચય
, પ્રેમની મૂર્તિ કરુણા તણો મેહુલો,
ભીંજવે મુજને એક ધારો; જગતનો નાથ વીતરાગી પ્રભુ રાયચંદ,
આત્મવિશ્રામ તું પ્રાણપ્યારો. હે! અખિલ ૦ ૫ દયના મંદિરે રાજ્ય છે રાજનું,
રાજના રૂપ વારી જાઉં દીપ પ્રગટાવીને શુદ્ધ ચૈતન્યનો, ધ્યાવતાં રાજને રાજ થાઉં. હે! અખિલ ૦ ૬
– –
ધન્ય તે ભૂમિ વવાણિયા, જ્યાં જનમ્યા શ્રી રાયચંદ, આંખલડી અમૃતભરી, મુખડું પૂનમનો ચાંદ;
ખમ્મા રાજને રે... મારા નાથને રે... ૧ મુખ દીઠે રે સુખ ઊપજે દુ:ખ સકલ દૂર થાય, નિરખી દેવમાના લાલને, મારું હૈયું શીતળ થાય;
ખમ્મા રાજને રે...ત્રિલોકી નાથને રે.... ૨ રાજ તે સાચો હીરલો, એના મૂલ અમૂલાં થાય, પારખનારા કોઈ વીરલા, જેનાં મન ન બીજે જાય;
ખમ્મા રાજને રે...નિરાગી નાથને રે... ૩ જેને તે લાગ્યો રંગ રાજનો, એને ન ગમે જગનો સંગ, રહે ઉદાસીન એકલા, આઠે પ્રહર સત્સંગ;
ખમ્મા રાજને રે.... મારા નાથને રે... ૪ જેને તે રુદિયે રાજ છે, એનાં હસતાં નિર્મળ નેણ, અંતરે આનંદ ઉલ્લાસે, અમૃતથી અદકા વેણ
ખમ્મા રાજને રે... ત્રિલોકી નાથને રે... ૫