________________
સ્વાધ્યાય સંચય : ૨૦૯
કરીએ કલમ વનરાઈની, સાત સાગર શાહી થાય; પત્ર લઈએ પૃથ્વીતણો, રાજ મહિમા લખિયો ન જાય;
ખમ્મા રાજને રે...નિરાગી નાથને રે... ૬ જ્ઞાની અનંતા થઈ ગયા, થાશે ભાવે કાળે અનંત; શ્રી રામચન્દ્ર અજોડ છે, ત્રણે કાળમાં જયવંત;
ખમ્મા રાજને રે...વહાલા રાજને રે... ૭ એવા નિરાળા રાજનું, મને તો સ્મરણ નિશદિન; વૃત્તિ વહે પ્રભુ ચરણમાં, રહું રાજ સ્વરૂપે લીન.
ખમ્મા રાજને રે... મારા નાથને રે... ૮
મંદિરના શિખરે બોલે છે મોરલા,
આવો સલૂણા રાજ, તારા વિરહ પીડિત કોઈની છલકાતી આંખડી,
બોલાવે સાદ દઈ આજ. મંદિરના... પિયુ વિના ઘટમાં ઝૂરે છે હંસલો,
ઘડી નવ ધરતો ધીર; પળે પળે વધતી હૈયાની વેદના,
વસમી વિરહની પીર. મંદિરના...૧ કહેજો સંદેશ કોઈ રાચચંદ્રને કે,
એક રાંકડી જુએ તમારી વાટ, પંથે બિછાવી પ્રાણ આશભરી ઊભી,
છવાયો ઉચાટ. મંદિરના..૨ નેહ લગાડી મને ઘેલી કરીને હવે,
રાજે વિસારી માયા; પાસે બોલાવી રહે છેક જ અજાણ્યા,
નિર્મોહી દેવમાના જાયા. મંદિરના...૩