________________
૧૮૬ : સ્વાધ્યાય સંચય
રાજબોધ કિરણો ઊંડા ઉરે સ્થાપજો, બહિરાત્મભાવ મહા અંધકાર ટાળજો; રાજની વિદેહી અસંગ દશા ભાળજો, સહજસ્વરૂપે મગ્નતા નિહાળજો;
હેજે સહજાત્મતા સધાય–
પ્રેમે પરમાત્મતા પમાય –આજ દિન ૦ સંસાર દુઃખ દરિયાનો પાર પામવા, સ્વપ્ન અનાદિ ટાળી સ્વસ્વરૂપે જાગવા;
રાજ બોધ એ જ એક સાર; રાજ વચન જીવન આધાર–આજ દિન ૦
ગુરુ ઘેર આવ્યા તે દિવાળી,
રહું રે મારા નાથને નિત્ય નિહાળી. ગુર શ્રી સહજાત્મ સ્વરૂપ ધ્યાવું,
શુદ્ધ ચૈતન્ય સ્વામીના ગુણ ગાઉં, શ્રીમદ્ સદ્ગુરુ પદ શિર નામું,
ગુરુ ઘેર આવ્યા તે દિવાળી સખી રે આજ આનંદની હેલી,
હાલાને વધાવું વહેલી પહેલી; ફિરું રે હું તો ઘરમાં ઘેલી ઘેલી,
ગુરુ ઘેર આવ્યા તે દિવાળી . પ્રભુજીએ પ્રીતે પૂરવની પાળી,
હેતે ઘેર આવ્યા હાલી ચાલી; લાગી રે મને ગુરુપદર્શ તાલી,
ગુરુ ઘેર આવ્યા તે દિવાળી - ૩
૨