________________
સ્વાધ્યાય સંચય : ૧૮૭
૫
પ્રીતલડીના બાંધ્યા પ્રભુજી આવ્યા,
સુખડાં મારા સ્વરૂપ તણાં લાવ્યાં; મહાપ્રભુ મારા મનડામાં ભાવ્યા,
ગુરુ ઘેર આવ્યા તે દિવાળી ૦ કૃપાળુની કીકી કામણગારી,
તેમાં સખી સુરતા સમાઈ મારી; લીધુ રે મેં તો નિજપદ સંભારી,
ગુરુ ઘેર આવ્યા તે દિવાળી વહાલાજીનાં વહાલાં લાગે વેણાં,
સ્વરૂપ જોઈ ઠરે મારાં નેણાં; ભાગ્યાં રે મારાં ભવભવનાં મેણાં,
ગુરુ ઘેર આવ્યા તે દિવાળી ૦ યોગેશ્વરના યોગબળે આલી,
વિજાતિ વૃત્તિ સર્વે વાળી; સ્વજાતિની પ્રવહે પ્રણાલી,
ગુરુ ઘેર આવ્યા તે દિવાળી દિવલડા તો દિલમાં અજવાળ્યા,
પરમગુરુ પોતામાં ભાળ્યા; ગયા દિન દાસ તણા વાળ્યા,
ગુરુ ઘેર આવ્યા તે દિવાળી પ્રભુપદ પ્રીતિ પ્રતીતિ વાધી,
આત્માર્થે આજ્ઞા આરાધી; સમ્યફ રત્નત્રયની એકતા સાધી,
ગુરુ ઘેર આવ્યા તે દિવાળી ૦ રહું રે મારા નાથને નિત્ય નિહાળી છે