________________
સ્વાધ્યાય સંચય : ૧૮૫
મારા તો મનની ગતિ અતિ વાંકી રે, સ જીએ પત્થર નાખ્યા છેટાંકી રે. ચાલો રે, ટાંકીને મારગ મુગતા કીધા રે. સદ્ગુરુજીએ મંત્ર અનુપમ દીધા રે. ચાલો રે૦ આત્મજ્ઞાન વિના ઘર સૂનું સરુજીએ સગપણ શોધી કાઢયું જૂનું રે. ચાલો રે. હવે હું તો સદ્ગુરુ ચરણ ઉપાસી રે, હવે હું તો સદ્ગુરુ ચરણની દાસી રે, મારા ઉપર કૃપા કરો અવિનાશી રે, ચાલો રે સખી સર જોવા જઈએ રે. હાલાજીને જોઈ જોઈ સુખિયાં થઈએ રે. ચાલો રે,
-%
લાખ લાખ દીવડાની જ્યોત પ્રગટાવજો, લાખ લાખ જ્યોતિથી આરતી ઉતારજો; કોટિ કોટિ કરજો પ્રણામ –આજ દિન સોનાનો ઊગ્યો;
આજ મેહ મોતીના વરસ્યા;
રાજ મનમંદિરે પધાર્યા. કોટિ કોટિ ઊમિથી રાજને વધાવજો, તેહિ તેહિ એક પ્રેમ લગની લગાવજો; ઉરનું અજ્ઞાન મહા અંધકાર ટાળવા, મોક્ષાર્થી ભવ્યરૂપી કમળો વિકસાવવા;
જ્ઞાન ભાનુ બીજા શ્રીરામ –આજ દિન ૦ અવનીમાં અમૃતની વૃષ્ટિ વરસાવવા, ભવ્યોને અજર અમર પદ આપવા;
કલ્પવૃક્ષ રાજ સુખધામ –આજ દિન ૦