________________
૧૮૪ : સ્વાધ્યાય સંચય
ભટકી ભટકીને આવ્યો શરણે રે, સદ્ગુરુજી મારા; રાખો તમારે ચરણે રે, વિશ્વભર વાલા. દીનબંધુ દીન પ્રતિપાલ રે, સદ્ગજી મારા; હું છું અજ્ઞાની નાનું બાળ રે, વિશ્વભર વાલા. નજરો કરો તો લીલા નિરખું રે, સદ્ગુરુજી મારા; બ્દયકમળમાં ઘણું હરખું રે, વિધ્વંભર વાલા. માયાના બંધથી છોડાવો રે, સદ્ગુરુજી મારા; ભક્તિના ભેદ બતાવો રે, વિધ્વંભર વાલા. ત્રિવિધ તાપ શમાવો રે, સદ્ગજી મારા; ભવસાગર પાર ઉતારો રે, વિશ્વભર વાલા. તૃષ્ણાના પૂરમાં તણાયો રે, સદ્ગુરુજી મારા; બૂડતાં બાંય મારી ગ્રહો રે, વિશ્વભર વાલા. કામી ક્રોધી ને લોભી જાણી રે, સદ્ગજી મારા; દાસ સર્વેને લેજો તારી રે, વિધ્વંભર વાલા.
ચાલો રે સખી સદ્ગુરુ જોવાને જઈએ રે, હાલાજીને જોઈ જોઈ સુખી થઈએ રે.
ચાલો રેટેક હાલાજી (સદ્ગુરુજી) તો બિરાજ્યા છે ફૂલવાડી રે, જોઈ (નિરખી) મારી આંખલડી થાય ટાઢી રે. ચાલો રે, સદ્ગુરુજી (મહાપ્રભુજી) અરજ સુણો એક વાર રે,
હારો છે મૂરખનો અવતાર રે. ચાલો રે૦ પત્થર કરતાં કઠણ હૈયું છે મારું રે, તેમાં પ્રભુ નામ (સ્વરૂપ) ન ભેળું તમારું રે. ચાલો રે૦