________________
સ્વાધ્યાય સંચય : ૧૮૩
એવા શ્રીમદ્ ગુરુપદ-સેવા વિના,
માયાના પૂરમાં તણાયા; સમ્યફ રત્નત્રય સુગુરુ ભજન વિના,
જમડાના હાથે હણાયા રે –મારી ૦ હાં રે મારે સજની ટાણું આવ્યું છે ભવજળ તરવાનું, મોંધો મનુષ્યનો વારો, ભવજળ તરવાનો આરો,
ડાહ્યા દિલમાં વિચારો, સત્સંગ કીજીએ. ૧ હાં રે મારે સજની આરે ચોઘડિયાં અમૃત લાભનાં, વિજળી ઝબકારા જેવાં, મોતી પરોવી લેવાં,
ફરી ફરી નહિ મળે એવાં એ સત્સંગ કીજીએ. ૨ હાં રે મારે સજની સંત વચન ઉર ધારીએ, ગાંઠ વાળી ના છૂટે, નિયમો નિશ્ચય ના તૂટે,
સંસાર છોને શિર કૂટે, સત્સંગ કીજીએ. ૩ હાં રે મારે સજની દાન દયાની ઘડીઓ છેલ્લી છે, દાન સુપાત્રે કરો, ધ્યાન પ્રભુજીનું ધરજો,
કાને કથા સાંભળજો, સત્સંગ કીજીએ. ૪ હાં રે મારે સજની સંત સાધુની સેવા કીજીએ. પાપ પૂર્વનાં બળવા, બ્રહ્મ સ્વરૂપમાં ભળવા,
શ્રીમદ્ સદ્ગુરુને વરવા, સત્સંગ કીજીએ. ૫ હાં રે મારે સજની શિર સાટે રે સદ્ગુરુ વહોરીએ, પાછાં પગલાં નવ ભરીએ, મન કર્મ વચને હરિ વરીએ,
બ્રહ્માનંદ કહે ભવ તરીએ, સત્સંગ કીજીએ. ૬
પરકમ્મા કરીને લાગું પાય રે, સદ્ગુરુજી મારા; તમો મળ્યાથી મહા સુખ થાય રે, વિશ્વભર વાલા.