________________
૧૮૨ : સ્વાધ્યાય સંચય
પાપ પળાયાં ને દુ:ખ દળાયાં,
અંતરાય સર્વ અલ્પાયા; અંતરનો અંધકાર મટીને મહીં,
જ્ઞાન દીપક પ્રગટાયા રે – મારી ૦ આશ ને ઈષ્ણા વિધ વિધ વાસના,
શોક સંતાપ સમાયા; જમડાનો દાવ જડમૂળથી જઈને,
મારા જન્મમરણ અટવાયા રે --મારી છે દોષો મારા, મારી દૃષ્ટિએ દેખાયા,
ને જોતજોતામાં પળાયા; ગુણસાગર ગુરુ ઘટમાં બિરાજે,
સૂત્ર સિદ્ધાંતે ગવાયા રે મારી
શ્રીમદ્ ગુરુવર વદન મનોહર,
દિવ્ય સ્વરૂપે દેખાયા; કૃતકૃત્યને ધન્ય ધન્ય થયો હું,
નિરખી શ્રી દેવમાના જાયા રે –મારી
સંતોષ, સુખ, સંપત્તિ, સૌભાગ્ય સહ,
શાંતિનાં થાણાં થપાયાં; કર ગ્રહીને વહાલે આપ્યું અભય વર,
કીધી કૃપા છત્ર છાયા રે -મારી
ભક્તવત્સલ નિજ ભક્તની ભક્તિથી,
પ્રેમના પંથે પળાયા; સર્વ-આકાશ-વાસી, સ્ટય-આકાશે પધાર્યા,
તો કોઈથી ન જાયે કળાયા રે –મારી ૦