________________
સ્વાધ્યાય સંચય : ૧૮૧
બાલપણે ઉચ્ચ વિચારો ચિંતવ્યા, જન્મ-જીવન-મૃત્યુના ઊંડા મર્મ જા; વીત્યું જીવન ગૃહસ્થાશ્રમને આંગણે, વ્યાપારે પણ નીતિ ન્યાય ને ધર્મ જો. ‘પરમ ધરમ અહિંસા' સહુ વદતા ફરે, (પણ) મોહ-મમત્વે વાડાના વિસ્તાર જો; ખંડન મંડન ટાળી ધર્મની એકતા, સમજાવી ભવ્યોને કરી પડકાર જો. રાગદ્વેષ જ્યાં પૂર્ણપણે ક્ષય પામતા, કેવળજ્ઞાન થશે એવો નિરધાર જો; સત્ય સનાતન દર્શન એ વીતરાગનું, શિવપદ પ્રાપ્તિનો છે એહુ આધાર જો. અંખડ જાગૃતિ શ્રદ્ધા શુદ્ધોપયોગથી, આત્મ-ઉઘાડે ઊઘડે મુક્તિદ્રાર જો; શ્રીમદ્ સદ્ગુરુનાં આત્માર્થી વચનો લહી, નિ:શંક થઈને સાધક પામે સાર જો. દૃષ્ટિરાગ ટળે આવે મધ્યસ્થતા, ટળે કદાગ્રહ આવે વિશાળ ભાવ જા; દર્શનની નિર્મળતા પ્રગટે આત્મમાં, રાજબોધના લેજો રૂડા લા’વ જો.
*
મને મળિયા શ્રી સદ્ગુરુ રાયા રે, મારી સફળ થઈ ગઈ કાયા
કાયા સફળ થઈ માયા મટી ગઈ, કલિમલ સર્વ કપાયા; કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર આદિ રિપુ, નાઠા થઈને રઘવાયા રે
જિન૦ ૩
જિન ૪
જિન ૦
૦ ૫
જિન ૬
જિન ૦
—ટેક.
૦ ૭
—મારી ૦