________________
૧૮૦: સ્વાધ્યાય સંચય
મૃતસાગરના મર્મ પ્રકાશ્યા, ગચ્છમત તિમિર વિદારી રે; વાણી શાંત સુધારસ ઝરતી, સૌ જનને હિતકારી. શિવ૦ ૪ આત્મશક્તિ ઉજ્જવળ તુજ ભાળી, મંદમતિ મદ જાય રે; આત્મશ્રેય સાધક સુવિચક્ષણ, સેવે શરણ સદાય. શિવ૦ ૫ અંતષ્ટિથી રાજ નિહાળો, બાહ્યદૃષ્ટિ દુ:ખદાય રે;
સ્વરૂપાચરણ, રમણ નિજપદમાં, જગવંત ગણાય. શિવ૦ ૬ “યુગપ્રધાન સમતારસ સાગર, સહજ સ્વરૂપ સ્થિતિ ધારી રે; જહાજ બની પ્રભુ પંચમ કાળે, તાર્યા બહુ નર નારી. શિવ - ૭ ચતુર્થકાળમાં પણ દુર્લભ છે, તેવો જોગ જણાય રે; ભાગ્યવંતથી પ્રતીત કરીને, આશ્રય ગ્રહી તરાય. શિવ૦ ૮ મુદ્રા શાંત સદા અવિકારી, સ્મરણ સહજ સુખધામ રે; વાણી મૃત સંજીવન કરતી, ભવિજન મન વિશ્રામ. શિવ ૦ ૯ પરમ કૃપાળુ દશા તમારી, પામરથી શું કળાય રે! આત્માકાર અવસ્થા સ્વામી, મહાભાગ્યે પરખાય. શિવ૦ ૧૦ સમીપમુક્તિગામી જે પામ્યા તુજ પદમાં વિશ્રામ રે; શ્રદ્ધા ભક્તિ સહિત તુજ આશ્રય, નિશ્ચય ગુણ આરામ. શિવ૦ ૧૧ તુજ આજ્ઞા આરાધન કરતાં, લહીશું નિજપદ રાજ રે. રાજવચન જીવન મુક્તિપ્રદ, શુદ્ધિ સિદ્ધિ સુખસાજ. શિવ . ૧૨
જિન શાસનના જ્યોતિર્ધર સોહામણા, નેહે નમતો તુજ ચરણે આ દેહ જો; આત્મ-પ્રભાકર પ્રગટ્યો અંતર ઊજળો, ધન્ય ઘડી ને ધન્ય દિવસ એહ જો. જિન ૧ દઈએ દિવ્યાત્માને દૈવી પુષ્પાંજલિ, ઉભરાયે જ્યાં જ્ઞાન તણા અંબાર જો; ગગને શીતલ શોભે રજનીકાન્ત જે, કરતાં રસ અમૃત બિન્ડાં સાર જો. જિન - ૨