________________
સ્વાધ્યાય સંચય : ૧૭૯
શેષ મહેશ શારદા આદિ, કરે ગુરુગુણના ગાન રે; ગુરુગુણ ગાનના અનુસંધાને, પ્રગટે નિજપદ ભાન રે. નિત્ય નિમિત્ત અવતાર ભેદથી, ગુરુદેવ દર્શાય રે; પૂર્વોપાધિ બાદ કરતાં, શેષ રહે સદ્ગુરુ રાય. સદ્ગુરુ દેવ છે એક સ્વરૂપે, ભેદ બુદ્ધિ ઘો નાખી રે; સદ્ગુરુ એક ને સેવ અનેક છે, એ હારદ ઉર રાખી રે. સદ્ગુરુપદ-સામર્થ્ય સર્વથા, સર્વજ્ઞે પણ ન કહાય રે; જે સદ્ગુરુની સાનમાં સમજે, તે ત્યાં સમજી સમાર્યું. ગુરુપદ સ્પર્શત ગુરુતા પ્રગટે, અનુભવ કરીને દેખો રે; ગુરુભક્તિમાં ભાવ ધરીને, સરખા સહુને લેખો રે. નરતન, ભાર્રભૂમિ આર્યકુળ, દીર્ઘાયુષ્ય સુખકારી રે; પૂરણઇંદ્રી શ્રવણ શ્રદ્ધાદિક, મળી સામગ્રી સારી. આવો યોગ લહી યોગ્ય જીવાત્મા, ગુરુશિક્ષાની દીક્ષા રે; ધારો ધૃતિ ધારી એક ધારા, જો હોય નિજપદ ઈક્ષા. શ્રીમદ્ સદ્ગુરુ રત્નત્રય યુત, વળી તસ કૃપા-પાત્ર રે; તે સર્વે સમર્શ સંતનો, હું છું અબોલો છાત્ર.
આવ્યું આવ્યું અનુપમ નાવ, ભવજલ તરવાને; તૈયાર ભાવિક જન થાવ, શિવસુખ વરવાને. મુક્તિપુરીના સર્વ પ્રવાસી, આનંદ ઉર ઉભરાય રે; ભવ દરિયો બહુ દુ:ખથી ભરિયો, તારક સદ્ગુરુ રાય. દેવદિવાળી દિન જયકારી, ભવિજન આનંદકારી રે; પૂર્ણચંદ્ર સમ રાજચંદ્ર પ્રભુ, પ્રગટયા સવિ સુખકારી. સત્ય સનાતન માર્ગ મોક્ષનો, કરવા જગ ઉદ્ધાર રે; તત્ત્વજ્ઞાની જનમ્યા કળિકાળ, શાસનના શણગાર.
ગુરુ
ગુરુ ૦ ૩
ગુરુ
ગુરુ
ગુરુ
શિવ
ગુરુ ૦ ૬
શિવ
૦ ૨
શિવ
૦ ૪
ગુરુ ૦ ૮
૦ ૫
ગુરુ ૦ ૯
જ
જ
ર
. ૩