________________
સ્વાધ્યાય સંચય : ૧૭૫
મુજ અવગુણ, ગુરુરાજ ગુણ, માનું અનંત અમાપ; બાળક કર પ્હોળા કરી, દે દરિયાનું માપ. સમર્થ શ્રીમદ્ રાજચંદ્ર, હું શ્રદ્ધાળું બાળ; અચૂક આશ્રય આપીને, પળ પળ લ્યો સંભાળ.
·x
૫
ભક્તિના છંદો
સહજાત્મસ્વરૂપ, ટાળો ભવકૂપ, અખિલ અનુપમ બહુનામી; પ્રભુ નિષ્કામી, અંતરજામી, અવિચળધામી હે! સ્વામી. જય જય જિનેંદ્ર, અખિલ અજેન્દ્ર, જય જિનચંદ્ર હે દેવા; હું શરણ તમારે, આવ્યો દ્રારે, ચઢજો વ્હારે કરું સેવા; સુખશાંતિદાતા, પ્રભુ પ્રખ્યાતા, દિલના દાતા હે સ્વામી. સહજા ૦ ૧ જય મંગળકારી, બહુ ઉપકારી, આશ તમારી દિલ ધરીએ; અભયપદ ચહું છું, કરગરી કહું છું, શરણે રહું છું સ્તુતિ કરીએ; આ લક્ષ ચોરાસી ખાણજ ખાસી, જઉં છું ત્રાસી હે સ્વામી. સહજા૦ ૨ નવ જોશો કદાપિ, દોષો તથાપિ, કુમિત કાપી હે ભ્રાતા; મુક્તિપદ દાતા, પ્રમુખ મનાતા, સન્મતિ દાતા હે ત્રાતા; કૃતિઓ નવ જોશો અતિશય દોષો સઘળા ખોશો હે સ્વામી. સહજા૦૩ હું પામર પ્રાણીનું દુ:ખ જાણી, અંતર આણીને તારો; ઘર ધંધા ઘાણી શિર લઈ તાણી, ભટક્યો ખાણી ભવ ખારો; મને રસ્તે ચડાવો, કદી ન ડગાવો, ચિત્ત રખાવો દુ:ખવામી સહજા૦ ૪ ઉત્તમ ગતિ આપો, સદ્ધર્મ સ્થાપો, કિલ્વિષ કાપો હાથ ગ્રહી; પ્રકાશે પ્રતાપો, અખિલ અમાપો, ભવદુ:ખ કાપો નાથ સહી; અવનીમાં તમારો સૌથી સારો જે શુભ ધારો સુખધામી. સહજા ૦ ૫
-*·