________________
૧૭૪ : સ્વાધ્યાય સંચય
પ્રભાવાળી પ્રજ્ઞા અતિશયપણે જ્યાં પ્રગટતી, સદા શાંતિ આપે પ્રણત-જન કલ્પદ્રમ સમી; ભવાંકુરો ભાંગી અચળ સુખમાં જે સ્થિત થયા, મહાવીર સ્વામી અમરપદ-દાતા ભવિતણા. ૫ વહે વાણી-ગંગા વિવિધ નયથી પૂર્ણ વિમળા, પ્રમાણે પ્રખ્યાતા સકળ જનને પાવનકરા; ખરી શાંતિ પામ્યા વિબુદ્ધ જન જેના રમણથી, મહાવીર સ્વામી નિકટ પથનેતા સ્મરણથી. ૬ ખરે! જીત્યા જેણે ત્રિભુવનજયી કામ-સુભટો, કુમારાવસ્થામાં બહુ બહુ ગણાતાં બળવતો;
સ્કુરે નિત્યાનંદો અચળપદ લબ્ધિ પ્રગટતાં, મહાવીર સ્વામી ચિરસુખ-વિધાતા મનુજના. ૭ મહા મોહે-રોગે સુખકર સમા વૈદ્ય જગના, વિનાપેક્ષા બંધુ અશરણ ભયાકુળ જનના; ખરું સાધુનું છે ભવસરણ જે ઉત્તમ ગુણે, મહાવીર સ્વામી અચળ સુખદાતા પ્રતિપળે. ૮
–
–
–
૧
મંગળાચરણ મૂંગા વાચા પામતા, પંગુ ગિરિ ચઢી જાય! ગુરુ-કૃપા-બળ ઓર છે, અંધ દેખતા થાય! જંગલમાં મંગલ બને, પાપી બને પવિત્ર! એ અચરજ નજરે તરે, મરણ બને છે મિત્ર! અખંડ વિશ્વાસે વસું, સાચા શ્રી ગુરુરાજ, રડવડતો ક્યમ રાખશે? બનું નહિ નારાજ. ૩. કલ્પવૃક્ષ
૨
૩