________________
સ્વાધ્યાય સંચય : ૧૭૧
વીજળી સહિત ઘનઘોર મુશળધારથી વળી વર્ષતો, વર્ષાદ દસ્તર કમઠ દૈત્યે છોડયો પ્રભુ! ગાજતો; તેણે અહો જિનરાજ! ઊલટું રૂપ ત્યાં સહેજે ધર્યું, તીણ બૂરી તરવાર કેરું કામ તે સાચું કર્યું. ૩૨ વિકરાળ ઊંચા કેશ લટકે માળ સબના શિરની, ભયકારી અગ્નિ મુખ વિષેથી નીકળે જેની વળી; એવો સમૂહ પિશાચનો જે આપ પ્રત્યે પ્રેરિયો, હે દેવ! પ્રતિભવ દુઃખકારી તેહને તે જ થયો. ૩૩
પરકાર્ય છોડી જે વિધિવત્ આપને આરાધતા, હે નાથ! ત્રિકાળે વળી તુજ ચરણમાં ચિત્ત જોડતા; શુભ ભક્તિના ઉલ્લાસથી રોમાંચ જેણે અનુભવ્યા, ધન્ય છે તે ભવ્ય જનને, જે જગતમાં અવતર્યા. ૩૪
અપાર સાગરરૂપ આ સંસારમાં મુનિનાથ હે! માનું, તમારું નામ નહિ મુજ શ્રવણમાં આવ્યું હશે; સુણ્યા પછી શુદ્ધ મંત્રરૂપી આપના શુભ નામને; આપત્તિરૂપી સપિણી મુજ સમીપ શું આવી શકે? ૩૫ જન્માંતરે પણ નાથ! તારા ચરણને સેવ્યા નથી, ઇચ્છિત વસ્તુ આપના એ યુગલને પૂજ્યાં નથી; તેથી જ જિન! આ જનમમાં પામ્યો પરાભવ હું ઘણો, ને હૃયવેધક દુ:ખનું કારણ ખરેખર બની ગયો. ૩૬
નિશ્ચય અરે! મોહાંધકારે વ્યાખ એવાં નેત્રથી, પૂર્વે કદી મેં એક વેળા પણ પ્રભુ જોયા નથી; કેવી રીતે થઈ દયવેધક અન્યથા પીડે મને, બળવાન બંધનની ગતિવાળા અનર્થો શરીરને. ૩૭