________________
૧૭૦ : સ્વાધ્યાય સંચય
હે નાથ! આ ત્રિલોકમાં પ્રકાશ જવ આપે કર્યો, તારા સહિત આ ચંદ્રમા તવ હીણ અધિકારી ઠર્યો; મોતી-સમૂહે શોભતાં ત્રણ છત્રના મિષે કરી, આવ્યો પ્રભુની પાસ નક્કી રૂપ ત્રણ જાણે ધરી. ૨૬ કીર્તિ પ્રતાપ જ કાંતિ કેરા સમૂહથી તૈલોક્ય આ, ગોળા રૂપે ભગવાન! જમ આપે પૂરેલાં હોય ના! રૂપું સુવર્ણ અને વળી માણિક્યથી નિર્મળ ખરે, ચોપાસથી શોભી રહ્યા ત્યમ આપ ત્રણ કિલ્લા વડે. ૨૭ પડતી પ્રભુ! તુજ પાદમાં દેવેંદ્ર નમતા તેમની, રત્નજડિત મુગટો તજીને દિવ્યમાળા પુષ્પની; હું માનું છું મનમાં ખરે! એ યોગ્ય થાયે સર્વથી, વિભુ આપનો સંગમ થતાં સુમનો બીજે રમતાં નથી. ૨૮ હે નાથ! આ સંસાર-સાગરથી તમે વુિમખ છતાં, નિજ આશ્રિતોને તારતા, વિશ્વેશ! એ તો યોગ્ય છે; લોકો તરે માટી તણા ઘટ કર્મ પાક સહિતથી, આશ્ચર્ય વિભુ! પણ આપ તો છો રહિત કર્મ વિપાકથી. ૨૯ વિશ્વેશ, જનપાલક, છતાં પણ આપ દુર્ગત દીસતા, હે ઈશ! અક્ષર છો, તથાપિ રહિત લિપિ સર્વથા; અજ્ઞાનીઓને તારતું ને તેજ વિશ્વે આપતું, આવું અલૌકિક જ્ઞાન તુજમાં સહજ ભાવે સ્કુરતું. ૩૦ આકાશ આચ્છાદિત કરે એવી અતિશય ધૂળ જે, શઠ કમઠ દૈત્યે ક્રોધથી ઉડાડી સ્વામી! આપને; હે નાથ! છાયા આપની ઢંકાઈ ના તેથી જરા, ઊલટો છવાયો દુષ્ટ પોતે કૃત્ય પોતાના થકી. ૩૧ * દેવો, વિદ્રાનો કે પુષ્પો.