________________
સ્વાધ્યાય સંચય : ૧૬૯
ચારે દિશાએ દેવ જે પુષ્પોતણી વૃષ્ટિ કરે, આશ્ચર્ય નીચા મુખવાળાં ડીંટથી તે ક્યમ પડે? હે મુનીશ! અથવા આપનું સામીપ્ય જવ પમાય છે, પંડિત અને પુષ્પોતણાં બંધન અધોમુખ થાય છે. ૨૦ જે આપના ગંભીર Æયના સમુદ્રમાંથી નીકળે, તે વાણીમાં અમૃતપણું લોકો કહે તે સત્ય છે; આ ભવ્ય વાણીરૂપ અમૃત પ્રેમથી પીતા હશે, તે ભવ્ય જીવો શીધ્ર અજરામરપણાને પામશે. ૨૧ દેવો વીંઝે જે પવિત્ર ચામર સ્વામી! આપ સમીપ તે, હું ધારું છું નીચા નમી ઊંચા જતાં એમ જ કહે“મુનિશ્રેષ્ઠ એવા પાર્શ્વને જે નમન કરશે સ્નેહથી, તે શુદ્ધભાવી ઊર્ધ્વ ગતિને પામશે નિશ્ચય થકી.” ૨૨
સુવર્ણ રત્ન-સિંહાસને પ્રભુ શ્યામ સ્વરૂપે શોભતા, જિન-વચનના ગંભીર ધ્વનિથી ભવ્યો બહૂ ખુશી થતા; મેરગિરિ પર ગર્જતા નવ-મેઘ શ્યામ જણાય છે, સાંભળી આ ગર્જનાને મયૂર બહુ ખુશ થાય છે. ૨૩ હે જિન! તારા ભોમંડળની કાંતિ જે ઊંચે જતી, તે અશોક વૃક્ષનાં પાંદડાંના રંગને બદલાવતી; જડ વસ્તુ પણ પ્રભુ-સમાગમે જો રૂપનો બદલો કરે, તો પછી જીવંત પ્રાણી રાગરહિત શું ના બને? ૨૪ રે! રે! પ્રમાદ તજી અને આવી ભજો આ નાથને, એ મોક્ષપુરી પ્રત્યે જતા વ્યાપારી શ્રી જિનરાજ છે; સુર-દુંદુભિનો શબ્દ જે આકાશમાં વ્યાપી રહે, હું માનું છું હે દેવ! તે વૈલોકને એમ જ કહે. ૨૫
૭/સ્વાધ્યાય સંચય