________________
૧૬૮: સ્વાધ્યાય સંચય
હે જિન! યોગી આપને પરમાત્મ રૂપેથી સદા, નિજ દયકમળ જ્ઞાનરૂપી ચક્ષુથી અવલોકતા; નિર્મળ પવિત્ર કાંતિવાળું કમળબીજ ક્યાં સંભવે? નક્કી કમળની કણિકાના મધ્ય ભાગે તે રહે. ૧૪
ક્ષણ માત્રમાં જિનરાજ! ભવિજન આપ કેરા ધ્યાનથી, પામે દશા પરમાત્માની તજી દેહને પ્રભુ જ્ઞાનથી; જમ તીવ્ર અગ્નિ તાપથી મિશ્રિત ધાતુ હોય તે, પત્થરપણાને ત્યાગીને તત્કાળ સોનું થાય છે. ૧૫ હે નાથ! ભવિજન આપનું કરે ધ્યાન જે શરીરથી, તે દેહનો થયો નાશ લાગે, વિષમ દષ્ટિએ કરી; મધ્યસ્થ મહાનુભાવનો છે સ્વભાવ એવો જાણવો, દુ:ખનો કરીને નાશ એ સુખશાંતિને પ્રસારતો. ૧૬
અભેદ-બુદ્ધિ યોગીઓ જિન! આત્મરૂપસમ જાણતા, તે આપના ધ્યાને કરી પોતાપણાને પામતા; મંત્ર કે શ્રદ્ધા થકી જો પાણીને અમૃત ગણે, તો તે જ પાણી વિષતણા વિકારને શું ના હરે? ૧૭
તમને જ અજ્ઞાન રહિત પરધર્મી પણ નામાંતરે, વિભુ હરિહરાદિક બુદ્ધિથી નિશ્ચય કરી પામે ખરે! કમળા તણા રોગેથી જેના નેત્ર પ્રભુ! પીળાં રહે, તે સાફ ધોળા શંખને શું પીવણ ના કહે? ૧૮ ધર્મોપદેશ તણા સમયમાં આપના સહવાસથી, તરુ પણ અશોક જ થાય તો શું મનુજનું કહેવું પછી? જેમ સૂર્યના ઊગ્યા થકી ના માત્ર માનવી જાગતાં, પણ વૃક્ષ પલ્લવ પુષ્પ સાથે સહેજમાં પ્રફુલ્લિત થતાં. ૧૯