________________
સ્વાધ્યાય સંચય : ૧૬૭
જે પ્રાણીઓ વિભુ! આપને પ્રેમે Æયમાં ધારતા, ક્ષણમાત્રમાં દઢ કર્મબંધન તૂટી જતાં તેમનાં; વનના મયૂરો મધ્યમાં જેવી રીતે આવ્યા થકી, ચંદનાણા તરુથી જ સર્ષો સદ્ય છૂટે છે નક્કી. ૮ દર્શન અહો જિનેંદ્ર! માત્ર મનુષ્યને જો થાય છે, તો સેંકડો દુઃખ ભય-ભરેલાં સહેજમાં ટળી જાય છે, ગોવાળ કિંવા સૂર્ય તેજસ્વી તણા દીઠા થકી, પશુઓ મુકાયે સદ્ય જેવાં નાસતા ચોરો થકી. ૯ તારક તમે જિનરાજ! કેવી રીતથી સંસારીના, તમને સ્ટયમાં ધારી ઊલટા તારતા સંસારીઓ; આશ્ચર્ય છે. પણ ચર્મ કેરી મસકથી સાચું ઠરે, અંદર ભરેલા વાયુના આધારથી જળને તરે. ૧૦
હરિહર અને બ્રહ્માદિના પ્રભાવને જેણે હણો, ક્ષણ માત્રમાં તે રતિપતિને સહેજમાં આપે હણ્યો; જે પાણી અગ્નિ માત્રને બુઝાવતું પળ વારમાં, તે પાણીને વડવાનળે પીધું ને શું ક્ષણ વારમાં? ૧૧ હે સ્વામી! અતિશય ભારવાળા આપને પામ્યા પછી, કેવી રીતે પ્રાણી અહો! નિજ સ્ટયમાં ધાર્યા થકી; અતિ લઘુપણે ભવરૂપ દરિયો સહેજમાં તરી જાય છે, અથવા મહાન જનો તણો મહિમા અચિંત્ય ગણાય છે. ૧૨ હે ઈશ! જ્યારે પ્રથમથી આપે હણ્યો'તો ક્રોધને, આશ્ચર્યા ત્યારે કેમ બાળ્યા કર્મરૂપી ચોરને? અથવા નહિ આ અવનિમાં શું દેખાવમાં આવતું? શીતળ પડે જે હિમ તે લીલાં વનોને બાળતું. ૧૩