________________
૧૬૬ : સ્વાધ્યાય સંચય
મહિમા ખરે! સાગર સમો જેની સ્તુતિ કરવા વિશે, વિશાળ બુદ્ધિ સદ્ગુરુ તે છેક શક્તિહીણ દીસે; વળી કમઠ કેરા ગર્વને જે બાળવે અગ્નિ અરે! તીર્થેશની સ્તુતિ કરીશ જ તેમની હું તો ખરે! ૨ સામાન્ય પણ હે નાથ! તારા સ્વરૂપને કહેવા મથું, અશક્તિનું છે ભાન મુજને, એમ જાણું છું ખરે દિનાંધ બચ્ચે ઘુવડનું જો બુદ્ધિથી કહેવા મથે, સૂર્યના પ્રકાશનું તે કેમ વર્ણન કરી શકે? ૩ અનુભવ કરે તુજ ગુણતણી, જે મોહના ટળવા થકી, નહિ પાર પામે નાથ! તે પણ આપ ગુણ ગણતાં કદી; જેમ પ્રલયકાળ વડે ખસેલાં જળ થકી સમુદ્રનાં, ખુલ્લા પડેલા રત્ન ઢગલા કોથી માપી શકાય ના. ૪
દેદીપ્યમાન અસંખ્ય ગુણની ખાણ નાથ! તમારી હું, આરંભતો કરવા સ્તુતિ પણ મંદ બુદ્ધિમાન છું શું બાળ પણ કહેતું નથી પ્રસારી બેઉ હાથને, નિજ બુદ્ધિના અનુસારથી ઉદધિતણા વિસ્તારને? ૫
હે ઈશ! યોગી પણ તમારા ગુણ જે ન કહી શકે, સામર્થ્ય મારું ક્યાંથી વર્ણન મુજથી તેનું થઈ શકે? વિચાર-વિણનું કાર્ય આ દેખાય મારું તેથી, પણ પક્ષી શું પોતાતણી ભાષા કહો વદતાં નથી? ૬ અચિંત્ય મહિમાવાન સ્તુતિ આપની જિનવર! અરે, તુજ નામ પણ સંસારથી ત્રિલોકનું રક્ષણ કરે;
જ્યમ ગ્રીષ્મ કેરા સખ્ત તાપ વડે મુસાફર જે દુ:ખી, તે થાય કમળ તળાવ કેરા શીતળ વાયુથી સુખી. ૭