________________
૧૭૨ : સ્વાધ્યાય સંચય
કદી સાંભળ્યા, પૂજા ખરેખર, આપને નીરખ્યા હશે, પણ ભાવથી ભક્તિ વડે, નહિ દયમાં ધાર્યા હશે, જનબંધુ! તેથી દુ:ખપાત્ર થયેલ છું ભવને વિષે, ભાવશૂન્ય ક્રિયા કદી નહિ આપતી ફળ કાંઈએ. ૩૮
સુખકારી શરણાગત પ્રભુ! હિતકારી જન દુઃખિયાતણા, હે યોગીઓમાં શ્રેષ્ઠ! સ્થળ કરુણા અને પુય જ તણા; નમતો પ્રભુ! હું ભક્તિથી તો મહેશ! મારા ઉપરે, તત્પર થશો દુ:ખ-અંકુરોને ટાળવા કરુણા વડે. ૩૯ અસંખ્ય બળના સારભૂત ને શરણ લેવા યોગ્ય છે, જીતી અરિ કરી કીર્તિ-પ્રાપ્ત એવા પ્રભુ-પદ યુગ્મને; શરણે રહ્યો પણ ભુવન-પાવન! ધ્યાનથી કદી હીણ તો, છું પ્રથમથી જ હણાયલો, હણાવા જ માટે યોગ્ય જે. ૪૦ હે અખિલ વસ્તુ જાણનારા! વંઘ છે. દેવેંદ્ર! ને, સંસારના તારક! અને ભુવનાધિનાથ! પ્રભુ તમે; ભયકારી દુ:ખ-દરિયા થકી આજે પવિત્ર કરો અને, કરુણાતણા હે સિંધુ! તારો, દેવ! દુખિયાને મને. ૪૧
હે નાથ! આપ ચરણકમળની નિત્ય સંચિત જે કરી, તે ભક્તિ કેરી સંતતિનું હોય ફળ કદી જો જરી; તો શરણ કરવા યોગ્ય માત્ર આપને શરણે રહ્યો, તે અહીં અને ભવ અન્યમાં પોતે જ મુજ સ્વામી થજો. ૪૨ અતિ હર્ષથી રોમાંચવાળા દેહ-અંગ દીપી રહ્યાં, નિર્મળ પ્રભુ-મુખકમળમાં જે લક્ષ્ય બાંધીને રહ્યાં; પ્રભુ તે સમાધિસૂર વિધિ પ્રમાણે જે કરે, છે ધન્ય તે ભવિજીવને જે આપની સ્તુતિ રચે. ૪૩