________________
૧૫૪ : સ્વાધ્યાય સંચય
જેનું સ્વરૂપ સમજાય છે, સજ્ઞાન દર્શન યોગથી, ભંડાર છે આનંદના જે, અચળ છે વિકારથી; પરમાત્માની સંજ્ઞા થકી, ઓળખાય જે શુભ ધ્યાનમાં; તે દેવના પણ દેવ વહાલા, સિદ્ધ વસજો દયમાં. ૧૩ જે કઠિન કષ્ટો કાપતાં, ક્ષણવારમાં સંસારનાં, નિહાળતા જે સૃષ્ટિને જેમ, બોરને નિજ હસ્તમાં; યોગી જનોને ભાસતા, જે સમજતા સૌ વાતમાં, તે દેવના પણ દેવ હાલા, સિદ્ધ વસજો સ્ટયમાં. ૧૪
જન્મ મરણનાં દુ:ખને, નહિ જાણતા કદી જે પ્રભુ, જે મોક્ષપથ દાતાર છે, ત્રિલોકને જોતા વિભુ, કલંકહીન દિવ્યરૂપ જે, રહેતું નહિ પણ ચંદ્રમાં, તે દેવના પણ દેવ વ્હાલા, સિદ્ધ વસજો દયમાં. ૧૫
આ વિશ્વનાં સૌ પ્રાણી પર, શુદ્ધ પ્રેમ નિસ્પૃહ રાખતા, નહિ રાગ કે નહિ ષ જેને, અસંગ ભાવે વર્તતા; વિશુદ્ધ ઇન્દ્રિય શૂન્ય જેવા, જ્ઞાનમય છે રૂપમાં, તે દેવના પણ દેવ વહાલા, સિદ્ધ વસજો દયમાં. ૧૬
ત્રિલોકમાં વ્યાપી રહ્યા છે, સિદ્ધ ને વિબુદ્ધ જે, નહિ કર્મ કેરા બંધ જેને, ધૂર્ત સમ ધૂતી શકે, વિકાર સૌ સળગી જતા, મન મસ્ત થાતાં ધ્યાનમાં, તે દેવના પણ દેવ હાલા, સિદ્ધ વસજો &યમાં. ૧૭ સ્પર્શ તલભર તિમિર કેરો, થાય નહિ જમ સૂર્યને, ત્યમ દુષ્કલંકો કર્મના, અડકી શકે નહિ આપને; જે એક ને બહુરૂપ થઈ, વ્યાપી બધે વિરાજતો, તેવા સુદેવ સમર્થનું, સાચું શરણ હું માગતો. ૧૮