________________
સ્વાધ્યાય સંચય : ૧૫૫
રવિ તેજ વિણ પ્રકાશ જે, ત્રણ ભુવનને અજવાળતો, તે જ્ઞાનદીપ પ્રકાશ તારા, આત્મમાં શું દીપતો; જે દેવ મંગળ બોધ મીઠા, મનુજને નિત્ય આપતો, તેવા સુદેવ સમર્થનું, સાચું શરણ હું માગતો. ૧૯ જો થાય દર્શન સિદ્ધનાં, તે વિશ્વદર્શન થાય છે, જમ સૂર્યના દીવા થકી, સુસ્પષ્ટ સૌ દેખાય છે; અનંત અનાદિ દેવ જે, અજ્ઞાનતિમિર ટાળતો, તેવા સુદેવ સમર્થનું, સાચું શરણ હું માગતો. ૨૦ જેણે હણ્યા નિજ બળ વડે, મન્મથ અને વળી માનને, જેણે હયા આ લોકના, ભય શોક ચિંતા મોહને; વિષાદને નિદ્રા હણ્યા, જ્યમ અગ્નિ વૃક્ષો બાળતો, તેવા સુદેવ સમર્થનું, સાચું શરણ હું માગતો. ૨૧ હું માગતો નહિ કોઈ આસન, દર્ભ પત્થર કાષ્ઠનું, મુજ આત્મના નિર્વાણ કાજે, યોગ્ય આસન આત્મનું; આ આત્મ જો વિશુદ્ધ ને, કષાય દુશ્મન વિણ જો, - અણમલ આસન થાય છે, ઝટ સાધવા સુસમાધિ તો. ૨૨ મેળા બધા મુજ સંઘના, નહિ લોકપૂજા કામની, જગબાહ્યની નહિ એક વસ્તુ, કામની મુજ ધ્યાનની; સંસારની સૌ વાસનાને, છોડ વ્હાલા વેગથી, અધ્યાત્મમાં આનંદ લેવા, યોગ બળ લે હોંશથી. ૨૩ આ જગતની કો વસ્તુમાં તો સ્વાર્થ છે નહિ મુજ જરી, વળી જગતની પણ વસ્તુઓનો, સ્વાર્થ મુજમાં છે નહિ, આ તત્ત્વને સમજી ભલા, તું મોહ પરનો છોડજે, શુભ મોક્ષનાં ફળ ચાખવા, નિજ આત્મમાં સ્થિર તું થજે. ૨૪