________________
મન 'ચન કાય કષાયથી, સંસારનાં ડુંખ બીજ સૌ, તે પાપને આલોચના, આલોચના, હું ભસ્મ કરતો મંત્રથી,
સ્વાધ્યાય સંચય : ૧૫૩
કીધાં
પ્રભુ મેં પાપ બહુ, વાવ્યાં અને હું શું કહું? નિદા અને ધિક્કારથી,
જેમ વિષ જાતું વાદીથી.
મુજ બુદ્ધિના વિકારથી, કે સંયમના અભાવથી, બહુ દુષ્ટ દુરાચાર મેં, સેવ્યા પ્રભુ કુબુદ્ધિથી; કરવું હતું તે ના કર્યું, પ્રમાદ કેરા જોી, સૌ દોષ મુક્તિ પામવા, માગું ક્ષમા હું હ્દયથી.
મુજ મિલન મન જો થાય તો, તે દોષ અતિક્રમ જાણતો, વળી સદાચારે ભંગ બનતાં, દોષ વ્યતિક્રમ માનતો; તે અતિચારી સમજવો, જે વિષયસુખમાં મ્હાલતો, અતિ વિષયસુખ આસક્તને, હું અનાચારી ધારતો. ૯
મુજ વચન વાણી ઉચ્ચારમાં, તલભાર વિનિમય થાય તો, જો અર્થ માત્રા પદ મહીં, લવલેશ વધઘટ હોય તો; યથાર્થ વાણીભંગનો, દોષિત પ્રભુ હું આપનો, આપી ક્ષમા મુજને બનાવો, પાત્ર કેવળ
બોધનો. ૧૦
પ્રભુવાણી! તું મંગલમયી, મુજ શારદા હું સમજતો, વળી ઇષ્ટ વસ્તુ દાનમાં, ચિંતામણિ હું ધારતો; સુબોધને પરિણામશુદ્ધિ, સંયમને વરસાવતી, તું સ્વર્ગનાં દિવ્ય ગીત સુણાવી, મોક્ષલક્ષ્મી અર્પતી. ૧૧
સ્મરણ કરે યોગીજનો, જેનું ઘણા સન્માનથી, વળી ઇન્દ્ર નર ને દેવ પણ, સ્તુતિ કરે જેની અતિ;
એ વેદને પુરાણ જેનાં, ગાય ગીતો હર્ષમાં, તે દેવના પણ દેવ વ્હાલા, સિદ્ધ વસજો હૃદયમાં. ૧૨