________________
સ્વાધ્યાય સંચય : ૧૫૧
તમે ૦ ૧
તુમે ૦ ૨.
તમે ૦ ૩
લોભે ડાહ્યા મન ડોલ્યા કરે રે,
લોભે દુર્ઘટ પંથે સંચરે રે. તજે લોભ તેનાં લેઉં ભામણાં રે,
વળી પાયે નમીને કરું ખામણા રે; લોભે મર્યાદા ન રહે કેહની રે,
તુમે સંગત મેલો તેહની રે. લોભે ઘર મેલી રણમાં મરે રે,
લોભે ઊંચ તે નીચું આચરે રે, લોભ પાપ ભણી પગલાં ભરે રે,
લોભે અકાર્ય કરતાં ન ઓસરે રે. લોભે મનડું ન રહે નિર્મળું રે,
લોભે સગપણ નાસે વેગળું રે; લોભે ન રહે પ્રીતિ ને પાવઠું રે,
લોભે ધન મેલે બહુ એકઠું રે. લોભે પુત્ર પ્રત્યે પિતા હણે રે,
લોભે હત્યા પાતક નવિ ગણે રે; તે તો દામતણે લોભ કરી રે,
ઉપર મણિધર થાય તે મરી રે. જોતાં લોભનો થોભ દીસે નહિ રે,
એવું સૂત્રસિદ્ધાંતે કહ્યું સહી રે; લોભે ચક્રી સુભૂમ નામે જુઓ રે,
તે તો સમુદ્રમાં ડૂબી મુઓ રે. એમ જાણીને લોભને ઠંડજો રે,
એક ધર્મશું મમતા મંડજો રે; કવિ ઉદયરતન ભાખે મુદા રે,
વંદું લોભ તજે તેહને રે.
તમે ૦ ૪
અમે ૫
અમે ૬
તમે ૦ ૭.