________________
૧૫૦ : સ્વાધ્યાય સંચય
વિનય વડો સંસારમાં, ગુણમાં અધિકારી રે; માને ગુણ જાયે ગલી, પ્રાણી જો જો વિચારી રે. રે જીવ૦૩ માન કર્યું જો રાવણે, તે તો રામે માર્યો રે, દુર્યોધન ગર્વે કરી, અંતે સવિ હાર્યો રે. રે જીવ ૦૪ સૂકાં લાકડાં સરીખો, દુ:ખદાયી એ ખોટો રે ઉદયરત્ન કહે માનને, દેજો દેશવટો રે. રે. જીવ ૦૫
માયાની સઝાય સમકિતનું મૂલ જાણીએજી, સત્ય વચન સાક્ષાત; સાચામાં સમકિત વસેજી, માયામાં મિથ્યાત રે, પ્રાણી મ કરીશ માયા લગાર.
૧ મુખ મીઠો જૂઠો મનેજી, કૂડ કપટનો રે કોટ; જીભે તો જીજી કરે, ચિત્તમાંહે તાકે ચોટ રે. પ્રાણી ૨ આપ ગરજે આઘો પડેછે, પણ ન ધરે વિશ્વાસ, મનશું રાખે આંતરોજી, એ માયાનો વાસ રે. પ્રાણી - ૩ જેહશું બાંધે પ્રતડીજી, તેહશું રહે પ્રતિકૂલ; મેલ ન છંડે મન તણોજી, એ માયાનું મૂલ રે. પ્રાણી ૪ તપ કીધું માયા કરીજી, મિત્રશું રાખ્યો ભેદ, મલ્લિ જિનેશ્વર જાણજોજી, તો પામ્યા સ્ત્રીવેદ રે. પ્રાણી - ૫ ઉદયરતન કહે સાંભળોજી, મેલો માયાની બુદ્ધ, મુક્તિપુરી જાવા તણોજી, એ મારગ છે શુદ્ધ રે. પ્રાણી - ૬
લોભની સઝાય તુમે લક્ષણ જોજો લોભનાં રે,
લોભે મુનિજન પામે ક્ષોભના રે,