________________
સ્વાધ્યાય સંચય : ૧૪૯
અક્ષર પદ હીણો અધિક, ભૂલચૂક કહી હોય; અરિહા સિદ્ધ નિજ સાખર્સ, મિચ્છા દુક્કડ મોય,
ભૂલચૂક મિચ્છા મિ દુક્કડં. બૃહદ્ આલોચના સમાપ્ત
ચાર કષાયોની સઝાય
ક્રોધની સઝાય કડવાં ફળ છે. ક્રોધનાં, જ્ઞાની એમ બોલે; રીસ તણો રસ જાણીને, હલાહલ તોલે. કડવાં ૦ ૧ ક્રોધ કોડ પૂરવતણું, સંજમ ફળ જાય; ક્રોધ સહિત તપ જે કરે, તે તો લેખે ન થાય. કડવાં ૦ ૨ સાધુ ઘણો તપીઓ હતો, ધરતો મન વૈરાગ, શિષ્યના ક્રોધ થકી થયો, ચંડકોશીઓ નાગ. કડવાં ૦ ૩ આગ ઊઠે જે ઘર થકી, તે પહેલું ઘર બાળે; જલનો જોગ જો નહિ મળે, તો પાસેનું પરજાળે. કડવાં ૦ ૪ ક્રોધ તણી ગતિ એહવી, કહે કેવળ નાણી; હાણ કરે જે હેતની, જાળવજો એ જાણી. કડવાં ૦ ૫ ઉદયરત્ન કહે ક્રોધને, કાઢજો ગલે સાહી; કાયા કરો નિર્મળી, ઉપશમરસ નાહી. કડવાં ૦ ૬
માનની સજ્ઝાય રે જીવ! માન ન કીજીએ, માને વિનય ન આવે રે, વિનય વિના વિઘા નહીં, તો કિમ સમકિત પાવે રે. રે જીવ ૦૧ સમકિત વિણ ચારિત્ર નહીં, ચારિત્ર વિણ નહીં મુક્તિ રે; મુક્તિના સુખ છે શાશ્વતાં, તે કેમ લહીએ જુક્તિ રે. રે જીવ ૦૨