________________
૧૪૮ : સ્વાધ્યાય સંચય
આઠ કર્મ પ્રબળ કરી, ભમીઓ જીવ અનાદિ; આઠ કર્મ છેદન કરી, પાવે મુક્તિ સમાધિ. સુસા જૈસે અવિવેક હું આંખ મીંચ અંધિયાર; મકડી જાલ બિછાયકે, ફસું આપ ધિક્કાર. સબભક્ષી જિમ અગ્નિ હું, તપીઓ વિષય કષાય; અવછંદા અવિનીત મેં, ધર્મી ઠગ દુ:ખદાય. કહા ભયો ઘર છાંડકે, તજ્જો ન માયા સંગ; નાગ ત્યજી જિમ કાંચલી, વિષ નહિ તજીયો અંગ. પુત્ર કુપાત્ર જ મેં જુઓ, અવગુણ ભર્યો અનંત; વાહિત વૃદ્ધ વિચારકે, માફ કરો ભગવંત. શાસનપતિ વર્લ્ડમાનજી, તુમ લગ મેરી દોડ; *જૈસે સમુદ્ર જહાજ વિણ, સૂજત ઔર ન ઠોર. ભવભ્રમણ સંસાર દુઃખ, તાકા વાર ન પાર; નિર્લોભી સદ્ગુરુ બિના, કવણ ઉતારે પાર.
શ્રી પંચપરમેષ્ઠી ભગવંત ગુરુદેવ મહારાજ આપની સમજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્મચારિત્ર, તપ, સંયમ, સંવર, નિર્જરા આદિ મુનિમાર્ગ યથાશક્તિએ શુદ્ધ ઉપયોગ સહિત આરાધન પાલન સ્પર્શ ન કરવાની આજ્ઞા છે, વારંવાર શુભ ઉપયોગ સંબંધી સઝાય, ધ્યાનાદિક અભિગ્રહ-નિયમ પચ્ચખાણાદિ કરવા, કરાવવાની સમિતિ-ગુપ્તિ આદિ સર્વ પ્રકારે આજ્ઞા છે.
નિશ્ચ ચિત્ત શુધ મુખ, પઢત, તીન યોગ થિર થાય; દુર્લભ દિસે કાયરા, હલુ કમ ચિત ભાય.
૨. સમુદ્રમાં વહાણના પક્ષીને બીજે ઊડીને જવાનું સ્થળ નથી તેમ.