________________
સ્વાધ્યાય સંચય : ૧૪૭
દેવગુરુ ધર્મ સૂત્રકું, નવ તત્ત્વાદિક જોય; અધિકા ઓછા જે કહ્યા, મિચ્છા દુક્કડ મોય. હું મગસેલીઓ હો રહ્યો, નહીં જ્ઞાન રસભીજે; ગુરુસેવા ન કરી શકું, કિમ મુજ કારજ સીઝ. જાને દેખે જે સુને, દેવે સેવે મોય; અપરાધી ઉન સબન કો, બદલા દેશું સોય. જૈન ધર્મ શુદ્ધ પાયકે, વરતું વિષય કષાય; એહ અચંબા હો રહ્યા, જલ મેં લાગી લાય. એક કનક અરુ કામિની, દો મોટી તરવાર; ઊઠી થો જિન ભજનકું, બિચ મેં લિયો માર.
| (સવૈયા) સંસાર છાર તજી ફરી, છારનો વેપાર કરું: પહેલાંનો લાગેલો કીચ, ધોઈ કીચ બીચ કરું, તેમ મહાપાપી હું તો, માનું સુખ વિષયથી, કરી છે ફકીરી એવી, અમીરીના આશયથી.
(દોહા) ત્યાગ ન કર સંગ્રહ કરું, વિષય વચન જિમ આહાર; તુલસી એ મુજ પતિતકું, વારંવાર ધિક્કાર. કામી કપટી લાલચી, કઠણ લોકો દામ; તુમ પારસ પરસંગથી, સુવરન થાશું સ્વામ. જપ તપ સંવર હીન હું, વળી હું સમતા હીન; કરુણાનિધિ કૃપાળ છે. શરણ રાખ હું દીન. નહિ વિદ્યા નહિ વચન બળ, નહિ ધીરજ ગુણ જ્ઞાન, તુલસીદાસ ગરીબ કી, પત રાખો ભગવાન.