________________
૧૪૬ : સ્વાધ્યાય સંચય
એક-એક બોલથી માંડી કોડાકોડી યાવત્ સંખ્યાત, અસંખ્યાત, અનંતાનંત બોલ પર્યત મેં જાણવા યોગ્ય બોલને સમ્યફ પ્રકારે જાણ્યા નહિ, સહ્યા-પૂરૂખા નહિ તથા વિપરીત પણે શ્રદ્ધાની આદિ કરી કરાવી, અનુમોદી, મન, વચન કાયાએ કરી તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. એક-એક બોલથી માંડી યાવત્ અનંતા બોલમાં છાંડવા યોગ્ય બોલને છાંડ્યા નહિ અને તે મન, વચન, કાયાએ કરી સેવ્યા, સેવરાવ્યા, અનુમોઘા, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
એક-એક બોલથી માંડી વાવ અનંતાનંત બોલમાં આદરવા યોગ્ય બોલ આદર્યા નહિ, આરાધ્યા-પાળ્યા-સ્પર્ધ્યા નહિ, વિરાધના ખંડનાદિક કરી, કરાવી, અનુમોદી, મન, વચન, કાયાએ કરી તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
હે જિનેશ્વર વીતરાગ! આપની આજ્ઞા આરાધવામાં જે જે પ્રમાદ કર્યો, સમપ્રકારે ઉદ્યમ નહિ કર્યો, નહિ કરાવ્યો, નહિ અનુમોદ્યો, મન, વચન, કાયાએ કરી અથવા અનાજ્ઞા વિશે ઉદ્યમ કર્યો, કરાવ્યો, અનુમોદ્યો, એક અક્ષરના અનંતમાં ભાગ માત્ર-કોઈ સ્વપ્નમાત્રમાં પણ આપની આજ્ઞાથી ન્યૂન-અધિક, વિપરીતપણે પ્રવર્યો, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
તે મારો દિવસ ધન્ય હશે કે જે દિવસે હું આપની આજ્ઞામાં સર્વથા પ્રકારે સમ્યપણે પ્રવર્તીશ.
(દોહા) શ્રદ્ધા અશુદ્ધ પ્રરૂપણા, કરી ફરસના સોય; અનજાને પક્ષપાત મેં, મિચ્છા દુક્કડ મોય. સૂત્ર અર્થ જાનું નહિ, અલ્પબુદ્ધિ અનજાન; જિનભાષિત સબ શાસ્ત્ર કા, અર્થ પાઠ પરમાન.