________________
સ્વાધ્યાય સંચય : ૧૪૩
બારમું કલહ પાપસ્થાનક :
અપ્રશસ્ત વચન બોલી કલેશ ઉપજાવ્યા તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. તેરમું અભ્યાખ્યાન પાપસ્થાનક :
અછતાં આળ દીધાં તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ
દુક્કડં.
ચૌદમું પશુન્ય પાપસ્થાનક :
પરની ચુગલી, ચાડી કરી તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
પંદરમું પરપરિવાદ પાપસ્થાનક :
બીજાનાં અવગુણ, અવર્ણવાદ બોલ્યો, બોલાવ્યા, અનુમોઘા તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
સોળમું રતિઅરતિ પાપસ્થાનક :
પાંચ ઇંદ્રિયના ૨૩ વિષયો, ૨૪૦ વિકારો છે તેમાં મનગમતામાં રાગ કર્યો, અણગમતામાં દ્વેષ કર્યો, સંયમ તપ આદિમાં અરતિ કરી, કરાવી, અનુમોદી તથા આરંભાદિ અસંયમ, પ્રમાદમાં રતિભાવ કર્યો, કરાવ્યો, અનુમોદ્યો, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
સત્તરમું માયામૃષાવાદ પાપસ્થાનક :
કપટ સહિત જૂઠું બોલ્યો, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડ.