________________
૧૪૨ : સ્વાધ્યાય સંચય
કે જે દિવસે હું સર્વથા પ્રકારે પરિગ્રહનો ત્યાગ કરી સંસારના પ્રપંચોથી નિવર્તીશ તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે.
છઠ્ઠ ક્રોધ પાપસ્થાનક :
ક્રોધ કરીને પોતાના આત્માને અને પરના આત્માને તપ્તાયમાન કર્યા, દુઃખિત , કષાયી કર્યા, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડ.
સાતમું માન પાપસ્થાનક :
માન એટલે અહંભાવ સહિત ત્રણ ગારવ ને આઠ મદ આદિ કર્યા; તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડ.
આઠમું માયા પાપસ્થાનક :
સંસાર સંબંધી તથા ધર્મ સંબંધી અનેક કર્તવ્યોમાં કપટ કર્યું, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. નવમું લોભ પાપસ્થાનક :
મૂછભાવ કર્યો, આશા, તૃષ્ણા, વાંચ્છાદિ કર્યા તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. દશમું રાગ પાપસ્થાનક :
મનગમતી વસ્તુઓમાં સ્નેહ કીધો, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. અગિયારમું ટૂષ પાપસ્થાનક :
અણગમતી વસ્તુ જોઈ દ્વેષ કર્યો તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.