SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ : સ્વાધ્યાય સંચય શ્રી લાલાજી રણજીતસિંહજીકૃત શ્રી બૃહદ્ આલોયણા સિદ્ધ શ્રી પરમાતમા, અરિગંજન અરિહંત; ઈષ્ટ દેવ વંદુ સદા, ભય ભંજન ભગવંત. ૧ અરિહા સિદ્ધ સમરું સદા, અચારજ, ઉવઝાય; સાધુ સકળકે ચરનકું, વંદુ શિષ નમાય. ૨ શાસન નાયક સમરિયે, ભગવંત વીર જિનંદ; અલિયે વિઘન દૂર હરે, આપે પરમાનંદ. ૩ અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણો ભંડાર; શ્રી ગુરુ ગૌતમ સમરિયે, વાંછિત ફલ દાતાર. ૪ શ્રી ગુરુદેવ પ્રસાદસેં, હોત મનોરથ સિદ્ધ; ઘન વરસત વેલી તરુ, કૂલ ફલનકી વૃદ્ધ. ૫ પંચ પરમેષ્ઠી દેવકો, ભજનપૂર પહિચાન; કર્મ અરિ ભાજે સભી, હોવે પરમ કલ્યાન. ૬ શ્રી જિનયુગ પદ કમળ મેં, મુજ મન ભમર વસાય; કબ ઊગે વો દિનકરુ, શ્રીમુખ દરિસન પાય. ૭ પ્રણમી પદપંકજ ભણી, અરિગંજન અરિહંત; કથન કરૌં અબ જીવકો, કિંચિત્ મુજ વિરતંત* ૮ આરંભ વિષય કષાયવશ, ભમિયો કાળ અનંત; લક્ષચોરાશી યોનિ સે, અબ તારો ભગવંત. ૯ દેવ ગુરુ ધર્મ સૂત્ર મેં, નવ તત્ત્વાદિક જોય; અધિકા ઓછા જે કહ્યા, મિથ્યા દૃષ્કૃત મોય.* ૧૦ ૧. અનિષ્ટ ૨. વૃતાંત, વર્તન. ૩. મારાં માઠાં કામ નિષ્ફળ થાઓ
SR No.007122
Book TitleSwadhyay Sanchay
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Swadhyay Mandir
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year1987
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy