________________
સ્વાધ્યાય સંચય : ૧૩૧
મિથ્યા મોહ અજ્ઞાન કો, ભરિયો રોગ અથાગ; વૈદ્યરાજ ગુરુ શરણથી, ઔષધ જ્ઞાન વિરાગ. ૧૧ જે મેં જીવ વિરાધિયા, સેવ્યાં પાપ અઢાર; પ્રભુ તમારી સાખસે, વારંવાર ધિક્કાર. ૧૨ બૂરા બૂરા સબકો કહે, બૂરા ન દીસે કોઈ; જો ઘટ શોધે આપનો, મોસું બૂરા ન કોઈ. ૧૩ કહેવામાં આવે નહિ, અવગુણ ભર્યા અનંત; લિખવામાં ક્યું કર લિખું, જાણો શ્રી ભગવંત. ૧૪ કરુણાનિધિ કૃપા કરી, કર્મ કઠિન મુજ છેદ; મિઆ મોહ અજ્ઞાનકો, કરજો ગ્રંથિ ભેદ. ૧૫ પતિત ઉદ્ધારન નાથજી, અપનો બિરુદ વિચાર; ભૂલચૂક સબ માહરી, ખમીએ વારંવાર. ૧૬ માફ કરો સબ માહરા, આજ તલકના દોષ; દીનદયાળુ દો મુજે શ્રદ્ધા શીલ સંતોષ. ૧૭ આતમનિંદા શુદ્ધ ભની, ગુનવંત વંદન ભાવ; રાગદ્વેષ પતલા કરી, સબસે ખીમત ખીમાવ. ૧૮ છૂટું પિછલાં પાપસે, નવાં ન બાંધું કોઈ; શ્રી ગુરુદેવ પ્રસાદસે, સફળ મનોરથ હોઈ. ૧૯ પરિગ્રહ મમતા તજી કરી, પંચ મહાવ્રત ધાર; અંત સમય આલોચના, કરું સંથારો સાર. ૨૦ તિન મનોરથ એ કહ્યા, જો ધ્યાવે, નિત મન્ન; શક્તિ સાર વર્તે સહી, પાવે શિવસુખ ધન્ન. ૨૧ અરિહા દેવ નિગ્રંથગુરુ, સંવર નિર્જર ધર્મ; આગમ શ્રી કેવલિ કથિત, એહી જૈન મત મર્મ. ૨૨ ૧. સમી; ક્ષમાવો. ૨. અનુસાર, પ્રમાણે