________________
સ્વાધ્યાય સંચય : ૧૨૧
સ્વધર્મબંધુ! કીધાં હશે કુકર્મ દેહે, તમ પ્રતિ આ વરસમાં, છોડયાં હશે વળી વાકશસ્ત્રો, તમ પ્રતિ આ વરસમાં; ચિંતવ્યું હશે બૂરું તમારું, મન મહીં આ વરસમાં, દોષ અગણિત મમ થકી, એવા થયા આ વરસમાં. દોષનો દેણદાર હું, દેવું પતાવા મરું મથી, માફી મૂડી વિણ લાજ પ્રભુજી, હાથ મુજ રહેવી નથી; બાંધવ બની બંધ વાળજો, હિસાબ એ મૂડી થકી, જંજીર જડેલાં હાલ તોડો, કાલ મૃત્યુ છે નકી.
સ્કૃતિનું સરોવર જોઈએ તેવું નિર્મળ નહીં હોવાથી જન્મ પામેલી ‘હશે એવી ઉડાઉ કબૂલાત માફીની પરમ જિજ્ઞાસાને લેશ પણ ક્ષીણ કરતી નથી, એમ વિચારશો.
દોષના દાવાનલને બુઝાવનાર પરમ શીતલમય પર્વનો અદ્ભુત અનુભવ માત્ર દોષ રહિત વિરલાને જ થાય. મમ જેવા રાંકને શું? એ જ નામું માંડી વાળવા વિનંતિ.
- મિચ્છા મિ દુક્કડ આ ભવ ને ભવોભવ મહીં, થયું વેર વિરોધ, અંધ બની અજ્ઞાનથી, કર્યો અતિશય ક્રોધ
તે સવિ મિચ્છા મિ દુક્કડ. જીવ ખમાવું છું સવિ, ક્ષમા કરજો સદાય; વેર વિરોધ ટળી જજો, અક્ષય પદ સુખ સોય,
" સમભાવિ આતમ થશે. ભારે કર્મી જીવડા, પીવે વેરનું ઝેર; ભવ અટવીમાં તે ભમે, પામે નહિ શિવ લહેર,
- ' ધર્મનું મર્મ વિચારજો.