________________
૧૨૨ : સ્વાધ્યાય સંચય
પ્રાર્થના
અશુદ્ધાત્મા શુદ્ધાત્માને અરજ કરે છે.
હે પરમેશ્વર! શુદ્ધાત્મા! મારા હૃદયને દયાથી ભરપૂર કર. હે સત્ય! મારા હૃદયમાં આવ.
હે શીલના સ્વામી! મને કુશીલથી બચાવ. મને સંતોષથી ભરપૂર કર કે હું પરવસ્તુ પર નજર ન કરું. જે જેને ભોગવવાને તેં આપ્યું તે હું ના ચાહું.
તું નિષ્પાપ, પૂર્ણ પવિત્ર છે. તારી પવિત્રતા મારામાં ભર. મને પાપરહિત કર. જ્ઞાન, ધૈર્ય, શાંતિ અને નિર્ભયતા મને આપ. તારાં પવિત્ર વચનથી મારાં પાપ ધો.
થશે?શ્ર
હે આનંદ! મને આનંદથી ભરપૂર કર, મને તારી તરફ ખેંચ. હે દેવ! મેં તારી આજ્ઞા તોડી છે, તો મારો હવે શું હવાલ
હું પાપમાં બૂડી રહ્યો છું. હું દર સમય પાપના કામમાં જ હર્ષ માની રહ્યો છું. તારી કૃપાદાનનું તેડું મારી તરફ આવ્યું કે તું મને પોતા તરફ બોલાવે છે. તારી પવિત્રતા મને દર વખત ચેતાવે છે કે આ પાપમાં તું ના પેસ. માટે હવે હું તારી પવિત્રતાનું સન્માન કરું. મને પવિત્ર આત્માથી ભરપૂર કર.
તારી સર્વે આજ્ઞા પાળવાની બુદ્ધિ તથા શક્તિ મને આપ. મોહ શત્રુના કબજામાંથી મને છોડાવ. હું બાળક છું, માટે દર સમય મને બચાવ, પડવા ન દે. મને તારામાં રાખ; તું મારામાં રહે, જે તારી કૃપા નજર થઈ તે પૂરી કર.
તારા સિવાય કોઈ દાતા નથી. તારી આજ્ઞાના બગીચામાંથી મને બહાર ના મૂક. તારી શાંતિના સમુદ્રમાં મને ઝીલાવ. તારો સર્વે મહિમા મને દેખાડ.