SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યાય સંચય : ૧૧૭ ૨૭. સમજુ જન રાગદ્વેષ દૂર કરે : જેવી રીતે રાગદ્વેષ રૂપાંતર, પુદ્ગલનાં પરિણામો, તેવાં કરે નહિ ચારે અરૂપી, નભાદિ વિભાવિક કામો; કર્મ-બંધન રાગદ્વેષે નિરંતર, ભવે ભ્રમણ ગણ તેથી, દુ:ખ પરંપરા ભવથી, તો યત્ન, સુજ્ઞ રહે દૂર બેથી હે! ગુરુરાજ ૦ ૨૮. વિકલ્પ તજવા ને મોક્ષ મેળવવા પ્રેરણા : શાને કરે બહુ વૃથા વિકલ્પો, મન ધરી બાહ્ય પદાર્થો? કર્મ અશુભ દુ:ખદાઈ તું બાંધે, રાગાદિ કરી પર અર્થે; શુદ્ધ આત્મિક સુખ ભેદવિજ્ઞાને, પામીશ નિશ્ચ વિશાળ, તેથી આનંદ-જલ-સાગરમાં વસી- ધ્યાને નિર્વાણ નિહાળ. હે! ગુરુરાજ ૨૯. કર્મશત્રુ સામે ફરિયાદ : હે જિન! તુમ પદ પ્રસાદથી એમ, વિચારી જન સ્થિર ચિત્તે, અધ્યાત્મ પલ્લે એ પગ મૂકે જ્યાં, આત્માવિશુદ્ધિ નિમિત્તે; કે કર્મ અરિ બીજી બાજુ કરે બળ, રૂપ ભયંકર ધારી, દોષો કરાવી ભ્રષ્ટ કરે આ, મધ્યસ્થ સાક્ષી તમારી. હે! ગુરુરાજ ૩૦. નિર્વાણનો ક્રમ : સંસાર રાગાદિ દ્વેત રૂપ છે, અદ્વૈત નિર્વાણ નિશે, સંક્ષેપથી બંધ-મોક્ષ હેતુ આ, કહ્યા ઉત્કૃષ્ટ સ્થિતિએ; પ્રથમ પક્ષ તજી ધીમે ધીમે, અન્ય આલંબન સ્પાયે, તે બને બ્રહ્માદિ નામ વ્યવહારે, નિશ્ચય અનામી થાય. હે! ગુરુરાજ ૦
SR No.007122
Book TitleSwadhyay Sanchay
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Swadhyay Mandir
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year1987
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy