________________
૧૧૬ : સ્વાધ્યાય સંચય
૨૩. સંતાપ અને શાંતિનાં નિમિત્ત : સ્થળ પર તરફડે માછલી તેમ જ, ભવ-દાવાનળ બાળે, ત્રિવિધ તાપનો દાહ સહું હું, નાથ સદા સંસારે; સુખી પરમ રહું જ્યાં લગી લીન છે, દય સમર્પિત મારું કરુણા-જલના સંગે શીતળ, પદપંકજ જ્યાં તમારું.
હે! ગુરુરાજ
૨૪. કર્મબંધનથી બચવાના ઉપાય : બાહ્ય પદાર્થોનો સંગ કરે છે, ઇન્દ્રિયો ને મન તેથી– કર્મ બંધાય છે તેથી હું ભિન્ન હું, સદા સર્વથા નિશ્ચયથી; શુદ્ધ ચૈતન્ય તમે પ્રભુ ભિન્ન છો, નિર્લેપ છો કર્મ મળથી, તે કારણ થકી તુમ ચરણે હું, વસું છું નિશ્ચયબળથી.
. ગુરુરાજ ૦
૨૫. પરને પોતાનાં માનવાથી ભૂલથી બંધન : હે! શુદ્ધ આત્મા, શું કામ તારે, લોક કે દ્રવ્ય આશ્રયનું, ઇન્દ્રિય, પ્રાણ કે વાણી કાયાનું, વિકલ્પ પુદ્ગળમયનું? અરે! એ પુદ્ગલ ભિન્ન તારાથી, ભૂલીને મારાં માને, આશ્રય અતિશય કરી પરનો દઢ, વ્યર્થ બંધાય તું શાને?
હે! ગુરુરાજ
૨૬. ભેદવિજ્ઞાનથી અનાદિની ભૂલ લાગે છે : ધર્મ, અધર્મ, નભ, કાલ એ ચારે, અહિત કરે નહિ કાંઈ, ગતિ આદિમાં સહાય કરે સૌ, એક પુદ્ગલ વૈરી આંહી; કર્મ નોકર્મરૂપે રહી પાસે, બંધન હેતુ થાયે, ભેદવિજ્ઞાનરૂપી તરવારે, હવે મુજ વૈરી હણાયે.
છે. ગુરુરાજ છે