________________
૧૧૮: સ્વાધ્યાય સંચય
૩૧. કળિકાળમાં ભક્તિનું આલંબન : કેવળજ્ઞાનીએ કહ્યું ચારિત્ર, મુક્તિ પમાડે જ તેવું, આ કળિકાળે મારા જેવાથી, દુષ્કર પળવું એવું; પૂર્વપુણ્યના પુંજથી પામ્યો, ભક્તિ આ ભવમાં તારી, સંસાર-સાગર-તારક બનશે, નાવ એ શ્રદ્ધા અમારી.
હે! ગુરુરાજ
૩૨. જીવ શું નથી પામ્યો? નાથ, નિગોદથી ઇન્દ્ર સુધીની, યોનિ અનેકમાં જાયો, વાર અનંત ભમો ભવમાં, પણ ક્યાંય અપૂર્વ ન પાયો; સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની, પૂર્ણતા પદવી સાચી, મોક્ષદાયી એ રત્નત્રયી દઈ, કર કૃતાર્થ અયાચી.
ગુરુરાજ છે
૩૩. બોધબીજ આગળ ત્રણ લોકનું રાજ્ય તુચ્છ છે : પ્રસન્ન મનથી શ્રીવીર દેવે, ઉત્તમ પદ અર્પવાને, બોધ-વચન-ઉત્તમ-બીજ વાવ્યું, જે મુજ ઉર-ઉદ્યાને; તેની આગળ શું રાજ્ય જગતનું? તુચ્છ ત્રિલોક જણાય! પ્રિય નથી ક્ષણભંગુર ભોગો, પ્રભુ શ્રીમત્ જિનરાય.
ગુરુરાજ
૩૪. આલોચનાનું માહાત્મ : પદ્મનંદિસૂરિની આ આલોચના, ત્રિકાળ અહંત આગળ, શ્રદ્ધાભક્તિથી જે ભવ્ય ભણશે, નિષ્કામ ભાવે નિર્મળ; આનંદધામ ઉત્તમ ધ્રુવપદ તે, પામે બુદ્ધિધન આણે, યોગીન્દ્ર પણ તપ ચિરકાળ તપતાં, જે પદ પામે પરાણે.
હે! ગુરુરાજ ૦